2 ટકા ડીએનો વધારો થતાં પાલિકા પર દર મહિને રૂા.60 લાખનંુ ભારણ

આઠ માસના એરિયર્સ પેટે રૂા.4.80 કરોડ ચૂકવવા પડશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - 2 ટકા ડીએનો વધારો થતાં પાલિકા પર દર મહિને રૂા.60 લાખનંુ ભારણ
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે ત્યારે પાલિકાએ તેના અમલ માટે કવાયત આદરતાં પાલિકાની તિજોરી પર વર્ષે 7.20 કરોડ રૂપિયાનુ નવુ ભારણ આવ્યું છે.

સરકારે કર્મચારીઓના ડીઅરનેસ એલાઉન્સ 5 ટકાથી વધારીને 7 ટકા કર્યુ છે. પાલિકાના 7500 કર્મચારીઓ અને 7000 પેન્શનરોને વધારાનુ ડીએ ચૂકવવાનો વારો આવ્યો છે. 7 ટકા ડીએનુ ચૂકવણુ જાન્યુઆરીથી કરવાનુ છે અને તેના મુજબ આઠ મહિનાનુ ચૂકવણું સપ્ટેમ્બર મહિનાના પગારમાં ઓકટોબર મહિનામાં કરવામાં આવશે. આ 2 ટકા વધારાના કારણે, કર્મચારીઓના પગારમાં સરેરાશ 400 રૂપિયાથી રૂા.3600નો વધારો થયો છે. કર્મચારીઓને આઠ મહિનાના તફાવત પેટે રૂા.4.80 કરોડનુ ચૂકવણુ કરવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. રોજ કમાઇને રોજ ખાવાની સ્થિતી છે ત્યારે કાઉન્સિલરોને વધારાનો પગાર ચૂકવવો પડશે અને તેનો ખર્ચો પણ કેવી રીતે કાઢવો તે હજુ તંત્ર માટે પડકાર છે. કર્મચાારીઓને મોંઘવારી ભથ્થાના તફાવતના નાણાં ચૂકવવા ફરજિયાત હોવાથી પગાર બિલો તૈયાર કરી દેવાયા છે અને સપ્ટેમ્બર મહિનામાાં આઠ મહિનાના તફાવત પેટે કર્મચારીઓને સરેરાશ રૂા.3200થી લઇને રૂા.24000 ચૂકવવામાં આવશે અને નવા પગારમાં તેનો અમલ શરૂ કરાશે.

X
Vadodara - 2 ટકા ડીએનો વધારો થતાં પાલિકા પર દર મહિને રૂા.60 લાખનંુ ભારણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App