30 વર્ષ પછી ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય હશે : કરણ જાની

વિદેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નો. ભારતને આપી શકે

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:01 AM
30 વર્ષ પછી ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય હશે : કરણ જાની
ભારતને આઝાદ થયે 71 વર્ષ પૂરા થશે. આ 71 વર્ષમાં શ્રીલંકા, પાકિસ્તાન, ઇરાક, બર્મા, મલેશિયા, કુવૈત જેવા દેશો પણ આઝાદ થયા હતા. પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેમજ યુનિવર્સિટી, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટમાં ભારત અગ્રસ્થાને છે. ભારતમાં દરવર્ષે 10 લાખ એન્જિનિયર્સ પાસ થાય છે. દેશના આશરે 10 ચોરસ કિમીએ બે એન્જિનિયર્સ છે જે દુનિયાના અન્ય કોઇ દેશ પાસે નથી. અન્ય દેશોની સરખામણીએ આપણા સમાજને વિજ્ઞાન પ્રત્યે ઘણો આદર છે. ભારત દેશનાં બંધારણમાં પણ વિજ્ઞાનને માન આપવામાં આવ્યું છે. લોકો વિજ્ઞાનને માન આપે છે. આવનારા સમયમાં ભારતમાં વિજ્ઞાનના રિસર્ચ માટે આર્ટિફિશીયલ ટેક્નોલોજી અગ્રેસર હશે. દેશ જ્યારે 2046-47માં આઝાદીના 100 વર્ષ મનાવતું હશે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીવનનો ભાગ બની ગયું હશે. ભારતમાં મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટની સાથે ડિસ્કવર ઇન્ડિયા પણ હોવું જોઇએ. તેમ શ્રેયસ વિદ્યાલય ખાતે ડૉ.કરણ જાનીએ દેશમાં સાત દાયકા દરમ્યાન વિજ્ઞાન ક્ષેત્રે થયેલ શોધ, સફળતા અને વૈજ્ઞાનિકોના સિંહફાળા વિશે ચર્ચા કરી હતી.

સાયન્સ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ રિસર્ચના ક્ષેત્રમાં વધારે જોડાય તે જરૂરી

દરેક રાજ્યો એ નક્કી કરે કે કઇ યુનિવર્સિટી સાથે ઇન્સ્ટિટ્યૂટ વિજ્ઞાન અને એજ્યુકેશનમાં ફેડરલીઝમ કરે. જેથી સાયન્સને સહેલાઇથી પ્રાથમિકતા આપી રિસર્ચમાં પ્રોત્સાહન આપી શકાય. યુનિવર્સિટી રિસર્ચ કરે અને તમામ ટેક્નોલોજી કંપનીઓ તેમા ફંડીંગ આપવી જોઇએ. ઉપરાંત સાયન્સ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ રિસર્ચ ક્ષેત્રમાં વધુ જોડાય તે જરૂરી છે.

ભારત અને વિજ્ઞાન બાબતની માહિતી આપી રહેલા ડૉ.કરણ જાની

રેન્કર જ સાયન્સમાં આગળ જઇ શકે છે તે માન્યતા મૂળમાંથી ખોટી છે

નાનપણથી લોકો વિજ્ઞાનમાં સૌથી વધુ જીજ્ઞાસુ હોય છે. પ્રયોગોથી બાળકોને નવું જાણવાથી ઉત્કંઠા હોય છે. વિદ્યાર્થી પાસે જ્યારે સારા માર્ગદર્શક હોય ત્યારે તે વિજ્ઞાનમાં આગળ વધી શકે છે. લોકોમાં એવી ખોટી માન્યતા છે કે રેન્કર જ સાયન્સમાં આગળ જાય. લોકો એવું વિચારે છે કે સાયન્સમાં સારું કરિઅર ન બનાવી શકાય. પરંતુ વૈજ્ઞાનિકોને જેટલું દેશ-દુનિયામાં ફરવા મળે છે. તેટલું અન્ય કોઇને ફરવા મળતું નથી. મારા સૌથી ઓછા માર્ક બોર્ડમાં ફિઝીક્સમાં હતા પરંતુ મેં બેચલર ડિગ્રી ફિઝીક્સમાં જ કરી ત્યારબાદ માસ્ટર ડિગ્રી અને પીએચડી પણ ફિઝીક્સમાં જ કરી છે. વિદ્યાર્થીઓને અન્ય વિષયો કરતા કોમ્પ્યુટર વધુ શીખવવું જોઇએ.

ભારતના બંધારણમાં વિજ્ઞાનને માન અપાયું છે, ફોરેન પોલિસીમાં પ્રથમ સ્થાને હોવું જોઇએ

આર્ટિફિશિયલ ટેક્નોલોજીમાં ચાઇના આપણાથી બે પગથિયા આગળ છે. ભારતની રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ આઇ.ટી કંપનીઓ ચાઇનાની કંપની સાથે હરીફાઇ કરી શકે તેવી ક્ષમતા ધરાવતી નથી. ભારતની ફોરેન પોલિસીમાં વિજ્ઞાન પણ પ્રથમ સ્થાને હોવું જોઇએ. ચાઇના સાથે અમેરિકા અને યુરોપ જેવા દેશો ભય ના કારણે ટેક્નોલોજી ટ્રાન્સફર નહિ કરે. પરંતુ ભારતની અહિંસાપૂર્વક સંસ્કૃતિને કારણે એમની રિસર્ચ ડેવલપમેન્ટ અને ટેક્નોલોજી આપવા તૈયાર થશે.

X
30 વર્ષ પછી ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય હશે : કરણ જાની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App