RTO મેમો લેવાની ના કહેનાર બાઇક સવાર સામે ગુનો નોંધાયો

મેમો આપતાં યુવકે બુમરાણ મચાવી હોબાળો કર્યો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - RTO મેમો લેવાની ના કહેનાર બાઇક સવાર સામે ગુનો નોંધાયો
શહેરના નવાપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાઇક સવાર યુવકને અટકાવી જરૂરી દસ્તાવેજો અંગે પોલીસ કર્મીએ માંગણી કરતા રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે આર.ટી.ઓ મેમો આપતાં યુવકે સ્વીકારવાની ના પાડી બુમરાણ મચાવી સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા મામલે નવાપુરા પોલીસે બાઇક સવાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નવાપુરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના સ્ટાફે સુશીલ નવીનભાઇ ચૌહાણ (રહે. ગિરિરાજ સોસા. બાજવા) બાઇક લઈ જયરત્ન બિલ્ડિંગ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પટ્રોલિંગમાં રહેલા નવાપુરા પોલીસના કર્મીએ રોકી લાઇસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા કહેતાં રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે આર.ટી.ઓ મેમો ભરી બાઇક છોડાવવાનું કહેતાં બાઇક સવાર યુવકે પોલીસ સ્ટેશનમાં બુમરાણ મચાવી મેમો સ્વીકારવાનો ઇન્કાર કરી સરકારી કામમાં અડચણ ઉભી કરી હતી. જેથી નવાપુરા પોલીસે યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Vadodara - RTO મેમો લેવાની ના કહેનાર બાઇક સવાર સામે ગુનો નોંધાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App