8 હજાર બહેનોએ કારગીલ-સિયાચીનના સૈનિકોને રાખડીઓ સાથે બેન્ડેડ મોકલી

ભારતના સૈનિકોને રાખડી મોકલવાના અભિયાનમાં રશિયા, સ્કોટલેન્ડથી પણ રાખડીઓ આવી સિટી રિપોર્ટર . વડોદરા |...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:01 AM
8 હજાર બહેનોએ કારગીલ-સિયાચીનના સૈનિકોને રાખડીઓ સાથે બેન્ડેડ મોકલી
અભિયાનને શરૂ કરનાર સંજય બચ્છાવે જણાવ્યું હતું કે, 2015માં આઝાદીનો પર્વ અને રક્ષાબંધન થોડા જ દિવસોના ગાળામાં હતા. ક્લાસરૂમની પ્રવૃત્તિમાં નક્કી કર્યું કે આ વર્ષે સરહદ પર રાખડીઓ મોકલવી. છોકરીઓએ રાખડી અને છોકરાઓએ કાર્ડ અને લેટર્સ તૈયાર કર્યા હતા. પહેલા વર્ષે અંદાજે 80 રાખડીઓ મોકલવામાં આ‌વી. આશ્ચર્યની વાત એ હતી કે ક્લાસની 3 વિદ્યાર્થીનીઓને સરહદ પરથી ફોન આવ્યા. લેટરના જવાબ પણ આવ્યા. અમે દરવર્ષે આ પ્રવૃતિ કરવાનું નક્કી કર્યું. 2016માં 2200 રાખડી, 2017માં 5500 રાખડી અને 2018માં 8000થી વધુ રાખડીઓ મોકલાઇ રહી છે. આ વર્ષ અન્ય 20 શહેરો પણ આ અભિયાનમાં જોડાયા છે. રશિયા, સ્કોટલેન્ડ અને અન્ય દેશોમાંથી પણ રાખડીઓ મળેલી છે.

મને જવાને કોલ કરી થેંક યુ કહ્યું હતું નીધિ થિટે

પહેલા વર્ષથી હું સરહદ પર જવાનને રાખડીઓ મોકલું છું. ગત વર્ષે મને સરહદ પરથી ફોન આવ્યો. જવાને મને ફોનમાં રક્ષાબંધનની શુભેચ્છાઓ આપતા થેંકયુ કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતંુ કે, એક વર્ષ પહેલા આર્મીમાં જોડાયા છે. રક્ષાબંધનમાં તેઓ ફેમિલીને યાદ કરતા હતા. વાત કરતા અમે બન્ને ગળગળા થઇ ગયા હતા.

X
8 હજાર બહેનોએ કારગીલ-સિયાચીનના સૈનિકોને રાખડીઓ સાથે બેન્ડેડ મોકલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App