Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - નર્મદા કેનાલમાંથી 10 એમએલડી પાણી પૂર્વ વિસ્તારનાંં 13 ગામોને અપાશે

નર્મદા કેનાલમાંથી 10 એમએલડી પાણી પૂર્વ વિસ્તારનાંં 13 ગામોને અપાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:01 AM

કેનાલનું પાણી લઇ તેનો શ્રીપોર ટીંબી તળાવમાં સંગ્રહ કરવામાં આવશે

  • Vadodara - નર્મદા કેનાલમાંથી 10 એમએલડી પાણી પૂર્વ વિસ્તારનાંં 13 ગામોને અપાશે
    પૂર્વ વિસ્તારના 13 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે શ્રીપોર ટીંબી તળાવનો નર્મદા નહેરના પાણીના સ્ટોરેજ ટેન્ક તરીકે ઉપયોગ કરવા માટે 31 કરોડ રૂપિયાનો ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે.

    વડોદરા શહેરી વિકાસ સત્તા મંંડળની હદમાં વાઘોડિયા તાલુકામાં શ્રીપોર ટીંબી તળાવ આવેલું છે. આ તળાવ હેઠળનો પિયત વિસ્તાર પૈકી મહત્તમ વિસ્તાર બિનખેતી છે અને આ વિસ્તારની જમીનના તળનું પાણી પીવાના લાયક નથી. આ વિસ્તારમાં રહેણાંક બાંધકામો ઝડપથી વિકસી રહ્યાં છે અને તેના કારણે પૂર્વ વિસ્તારનાં ગામોને પીવાનું પાણી પૂરું પાડવાની જરૂરિયાત ઉભી થઇ છે. જેથી, સિકંદરપુરા, સયાજીપુરા, હનુમાનપુરા, બાકરોલ, જેસીંગપુરા, પવલેપુર, આમોદર, અણખોલ, ખટંબા, શંકરપુરા,માધવનગર, શ્રીપોર ટીંબી, બાપોદનાં ગામો માટે વુડાએ જિલ્લા વિકાસ અધિકારીને અને સરદાર સરોવર નર્મદા નિગમને નર્મદા કેનાલમાંથી 40 એમએલડી પીવાનું પાણી પૂરું પાડવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.આ કામગીરી માટે 100 કરોડ રૂપિયાનો ડીટેઇલ્ડ઼ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરી તળાવનું પાણી અનામત રાખવાની મંજૂરી જિલ્લા પંચાયત પાસે મંગાઈ હતી 4 કરોડ લિટર પાણીની માંગણી સામે સરદાર સરોવર નર્મદા નિગમે વુડાને રામેશરા હેડ વર્ક વડોદરા બ્રાંચ કેનાલમાંથી પૂરું પાડવા માટે મંજૂરી આપી હતી. આ દરમ્યાનમાં, સરદાર સરોવર નર્મદા નિગમ ને રામેશરા હેડવર્ક વડોદરા બ્રાંચ કેનાલ પરથી 10 એમએલડી(1 કરોડ લિટર)પાણી લેવાના બદલે ટીંબી તળાવની નજીકની હયાત કેનાલ જેવી કે હનુમાનપુરા માઇનોર,શંકરપુરા માઇનોર અને આમોદર ડિસ્ટ્રિબ્યુટરી પૈકી ટેક્નિકલ શક્ય તેવી કેનાલથી ટીંબી તળાવમાં 10 એમએલડી પાણી લઇ તેનો શ્રીપોર ટીંબી તળાવમાં સંગ્રહ કરવાની ભલામણ કરાઈ હતી. જેથી, પાંચ કિલોમીટર લાંબી પાઇપ લાઇનનો વહન ખર્ચ બચાવી શકાય તેમ છે અને સ્ટોરેજ થયેલા પાણીનો વોટર સપ્લાય સ્કીમમાં લેવા માટે મંજૂરી આપવાની દિશામાં કવાયત આદરાઈ છે.જે અન્વયે, વુડાના અગાઉના 100 કરોડ રૂપિયાના ખર્ચનું નાણાકીય કદ ઘટાડીને રૂ31 કરોડ ડીપીઆર તૈયાર કરી તેની મંજૂરી માંગતી દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending