અકસ્માત થયા બાદ મકરપુરા ડેપોમાં ટોળા દ્વારા પથ્થરમારો

મધરાતે ડેપોના વળાંક પાસે ઇન્ડિકા અને બસ વચ્ચે અકસ્માત ઇન્ડિકામાં બેઠેલા 3ને ગંભીર ઇજા : ડ્રાઇવર- કન્ડકટરને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:01 AM
Vadodara - અકસ્માત થયા બાદ મકરપુરા ડેપોમાં ટોળા દ્વારા પથ્થરમારો
શુક્રવારે રાત્રે દોઢ વાગે મકરપુરા ડેપોના વળાંક પાસે ઇન્ડિકા અને એસ.ટી.બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતબાદ ટોળું મકરપુરા ડેપોમાં ઘૂસી ગયું હતું અને ટ્રાફિક કન્ટ્રોલરની કેબિન પર પથ્થરમારો કરી ભારે હંગામો મચાવ્યો હતો. પથ્થરમારામાં કેબિનનો કાચ તૂટ્યો હતો. ટોળાએ કેબિનમાં સૂઇ રહેલા ડ્રાઇવર અને કન્ડક્ટરને પણ માર માર્યો હતો. મકરપુરા અને માંજલપુર પોલીસે બંને ઘટના અંગે અલગ અલગ ગુના નોંધી તપાસ આદરી હતી.

મકરપુરા ગામના પંચાલ ફળિયામાં રહેતા બંકિમ બાલકૃષ્ણ પટેલે પોલીસને જણાવ્યું હતું કે તેમના સસરા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમને લોહી આપી તેઓ પત્ની નેહા સાથે ઇન્ડિકા કાર લઇને શુક્રવારે રાત્રે 1 વાગે ઘેર જવા નિકળ્યા હતા. કાર તેમનો ડ્રાઇવર ઇલીયાસ અનવરસા દિવાન ચલાવતો હતો.. રાત્રે 1-30 વાગે કાર મકરપુરા ડેપો સામેથી પસાર થતી હતી, ત્યારે સામે સુરત તરફથી એસટી બસ અચાનક પુરઝડપે આવી હતી અને બસના ચાલકે અચાનક ડેપોમાં જવાના કટમાં ટર્ન મારતાં ઇન્ડિકા સાથે અથડાઇ હતી.અકસ્માતમાં બંકિમ અને નેહા પટેલ અને ડ્રાઇવર ઇલીયાસને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.અકસ્માત બાદ બસનો ચાલક બસ ત્યાં જ મૂકીને જતો રહ્યો હતો.ટ્રાફિક કન્ટ્રોલર અનવર ગુલામ મહોમંદ વોરાએ 15થી 20 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.

X
Vadodara - અકસ્માત થયા બાદ મકરપુરા ડેપોમાં ટોળા દ્વારા પથ્થરમારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App