કોમર્સ ફેકલ્ટીના કલાસરૂમોમાં 40થી વધારે માઇક લગાવાશે

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આવેલ કલાસરૂમોમાં સ્પીકર મૂકવામાં આવેલાં છે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:00 AM
Vadodara - કોમર્સ ફેકલ્ટીના કલાસરૂમોમાં 40થી વધારે માઇક લગાવાશે
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આવેલ કલાસરૂમોમાં સ્પીકર મૂકવામાં આવેલાં છે પરંતુ દરેક કલાસરૂમમાં માઇક ના હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષકો અભ્યાસ કરાવે ત્યારે સંભળાતું ના હોવાની અનેક ફરિયાદો બાદ હવે દરેક કલાસરૂમોમાં માઇકની સુવિધા ઉભી કરવામાં આવશે. જે સ્પીકર મૂકાયાં છે તે સેન્ટ્રલી જાહેરાત માટે મૂકવામાં આવ્યાં છે.

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ પર 16 કલાસરૂમો આવેલા છે,યુનિટ બિલ્ડિંગ પર 18 કલાસરૂમો આવેલ છે જ્યારે ગર્લ્સ કોલેજ પર 8 કલાસરૂમો આવેલા છે. કોમર્સ ફેકલ્ટીનાં વિવિધ બિલ્ડિંગો પર 40થી વધારે કલાસરૂમો આવેલા છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકો વગર માઇકે અભ્યાસ કરાવે છે જેના પગલે જે કલાસરૂમ ખૂબ મોટા છે જેમાં 150 થી 250 જેટલા વિદ્યાર્થીઓ બેસે છે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષક શું ભણાવી રહ્યા છે તે સંભળાતું ના હોવાની ફરિયાદો કેટલાય સમયથી ઉઠી હતી. તમામ કલાસરૂમોમાં માઇકથી ભણાવવામાં આવે તે માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ પગલાં ભરવામાં આવ્યાં ના હતાં.

X
Vadodara - કોમર્સ ફેકલ્ટીના કલાસરૂમોમાં 40થી વધારે માઇક લગાવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App