Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - લેક્ચરરના દુર્વ્યવહાર બાદ આર્ટ્સ ફેકલ્ટીમાં CCTV શરૂ કરવા માંગ

લેક્ચરરના દુર્વ્યવહાર બાદ આર્ટ્સ ફેકલ્ટીમાં CCTV શરૂ કરવા માંગ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:00 AM

મ.સ.યુિન.ની આર્ટ્સ ફેકલ્ટીમાં મિડ સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન પુરવણી આપવાના બહાને ઓફિસમાં બોલાવીને લેકચરર...

  • Vadodara - લેક્ચરરના દુર્વ્યવહાર બાદ આર્ટ્સ ફેકલ્ટીમાં CCTV શરૂ કરવા માંગ
    મ.સ.યુિન.ની આર્ટ્સ ફેકલ્ટીમાં મિડ સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન પુરવણી આપવાના બહાને ઓફિસમાં બોલાવીને લેકચરર દ્વારા વિદ્યાર્થિની સાથે દુર્વ્યવહારના બનાવ બાદ શનિવારે આર્ટ્સ ફેકલ્ટીના એફ.જી.એસ વિજય નારાયણીએ સ્ટુડન્ટ ડીનને આવેદન પત્ર આપીને સીસીટીવી કેમેરા વધુ મુકાવવા અને બંધ હાલતમાં ચાલી રહેલા કેમેરાને પુન: શરૂ કરવા રજૂઆત કરી છે.

    સૂત્રોએ જણાવ્યું હતું કે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં કુલ 16 જેટલા સીસીટીવી કેમેરા આવેલા છે.તેમાંથી હાલ 3 જેટલા જ કેમેરા હાલ ચાલી રહ્યા છે.વિદ્યાર્થિની સાથે દુર્વ્યવહારના બનાવ બાર ફેકલ્ટીમાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સલામતી માટે શનિવારે આર્ટ્સ ફેકલ્ટીના એફ.જી.એસ વિજય નારાયણીએ સ્ટુડન્ટ ડીનને ફેકલ્ટીમાં વધુ સીસીટીવી કેમેરા લગાડવા માટે રજૂઆત કરી હતી.

    વધુમાં વિજયે જણાવ્યું હતું કે રજૂઆતમાં ખાસ ફેકલ્ટીની લોબી અને કેન્ટીન પાસે સીસીટીવી કેમેરા લગાડવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending