તળાવમાં ડૂબેલા યુવકની 30 કલાક બાદ લાશ મળી

વડોદરા | શહેરના સરસિયા તળાવમાં ડુબેલા અમદાવાદી યુવકની 30 કલાક બાદ લાશ મળી આવી હતી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતો...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:00 AM
Vadodara - તળાવમાં ડૂબેલા યુવકની 30 કલાક બાદ લાશ મળી
વડોદરા | શહેરના સરસિયા તળાવમાં ડુબેલા અમદાવાદી યુવકની 30 કલાક બાદ લાશ મળી આવી હતી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતો 20 વર્ષિય અશરફખાન પઠાણ શુક્રવારે બપોરે 3:55 મીનીટે શહેરના સરસિયા તળાવમાં ડુબી ગયો હોવાનો ફાયરબ્રિગેડને કોલ આ‌વ્યો હતો. જોકે ફાયરબ્રિગેડે શુક્ર-શનિવાર સાંજ સુધી તળાવમાં શોધખોળ આરંભી હોવા છતા યુવકની લાશ મળી આવી ન હતી. જોકે અચાનક શનિવારે રાતે 10 વાગ્યાની આસપાસ યુવકની લાશ દેખાતા સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. લાશ્કરોએ તળાવમાંથી યુવકની લાશને બહાર કાઢી હતી.

X
Vadodara - તળાવમાં ડૂબેલા યુવકની 30 કલાક બાદ લાશ મળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App