ફાયર બ્રિગેડમાં થયેલી ભરતીમાં વિસંગતતા

પૂર્વ કર્મચારી દ્વારા તપાસની માંગણી કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:00 AM
Vadodara - ફાયર બ્રિગેડમાં થયેલી ભરતીમાં વિસંગતતા
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

સેવાસદન દ્વારા તાજેતરમાં યોજાયેલી ફાયર બ્રિગેડના જવાનોની ભરતી પ્રક્રિયામાં વિસંગતતા અને ફિઝિકલ ટેસ્ટમાં કેટલાક નિયમો પાળવામાં આવ્યા નહીં હોવાના આક્ષેપ સાથે સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ કરવા માંગણી કરી છે. તેમજ આ અંગે મ્યુ .કમિશ્નરને રજૂઆત કરવા જવાના હોવાનું ઉમેર્યું હતું.

શહેરના ફાયર બ્રિગેડમાં તાજેતરમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.જે અંગે પૂર્વ કર્મચારી કેદાર મિશ્રાએ ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ગત 2016માં થયેલી ભરતી અને 2018માં થયેલી ભરતીના નિયમો અલગ હોવાનું ઉમેર્યું હતું. તેમણે સ્વિમિગ અને રોપ ક્લાઇંબિંગ જેવા નિયમો ગત વખત કરતાં ઓછા રાખ્યા હાવાનું જણાવ્યું હતું. જે અંગે તેઓ આગામી સમયમાં મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવા જશે. તેમજ ચીફ ફાયર ઓફિસરને આ અંગે રજૂઆત કરતાં તેમણે સમગ્ર પ્રક્રિયા સેવાસદનના ઉચ્ચ અધિકારીની દેખરેખમાં થતી હોવાનો જવાબ આપ્યો હતો. સમગ્ર પ્રકરણ અંગે સેવાસદનના ડે.મ્યુ. કમિશ્નર એસ.કે. પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ફિટનેસ ટેસ્ટનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. ગેરરીતિની કોઇ ફરિયાદ મળી નથી.

X
Vadodara - ફાયર બ્રિગેડમાં થયેલી ભરતીમાં વિસંગતતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App