ધરણાં બાદ જૂ. કારકુનનો પગાર ચૂૂકવવાની બાંયધરી

શિક્ષણ સમિતિના ટર્મિનેટ જૂનિયર કારકૂનનો સાત મહિનાનો બાકી પગાર ચૂકવવા માટે વિપક્ષી સભ્યોના ધરણાં આંદોલનના બીજા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:00 AM
Vadodara - ધરણાં બાદ જૂ. કારકુનનો પગાર ચૂૂકવવાની બાંયધરી
શિક્ષણ સમિતિના ટર્મિનેટ જૂનિયર કારકૂનનો સાત મહિનાનો બાકી પગાર ચૂકવવા માટે વિપક્ષી સભ્યોના ધરણાં આંદોલનના બીજા દિવસે ચેરમેને બાંયેધરી આપતા ધરણાં આંદોલન સમેટાયું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલિન જૂનિયર કારકૂન સુરેશ ટહેલ્યાણીને ફરજ માં અનિયમિતતા દાખવવાના આક્ષેપસહ 1997માં નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આ કર્મચારીએ સમિતિના આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો અને નવેમ્બર 2017માં તેની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ કર્મચારીને સાત સાત મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી વિરોધ પક્ષના નરેન્દ્ર જયસ્વાલ અને નલિન મહેતાએ શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બરની બહાર ધરણાં શરૂ કર્યા હતા.

X
Vadodara - ધરણાં બાદ જૂ. કારકુનનો પગાર ચૂૂકવવાની બાંયધરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App