Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - ગણેશજીનાં અધિપતિ, સુખપતિ, ગંધપતિ, છંદપતિ સ્વરૂપ ભરતનાટ્યમ્ માં રજૂ થયાં

ગણેશજીનાં અધિપતિ, સુખપતિ, ગંધપતિ, છંદપતિ સ્વરૂપ ભરતનાટ્યમ્ માં રજૂ થયાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:00 AM

કલાકૃતિઓથી પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગણપતિ ઉત્સવની ઉજવણી થઇ Dance Performance

  • Vadodara - ગણેશજીનાં અધિપતિ, સુખપતિ, ગંધપતિ, છંદપતિ સ્વરૂપ ભરતનાટ્યમ્ માં રજૂ થયાં
    MSUની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવનું યોજાય છે. પાંચ દિવસ સુધી ગણેશજીની સ્થાપના થાય છે. આ વર્ષે પણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ મહોત્સવ ઉજવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ કલા કૃતિઓ રજૂ કરી હતી. જેમાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ પર્ફોર્મન્સ આપ્યું હતું જેનો ભાગ તમામ વિદ્યાર્થી-શિક્ષકો બન્યા હતા. ભરતનાટ્યમ, વોકલ, કથક, સંગીત, ડ્રામા અને તબલાના વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ રજુ કર્યો હતો. જેમાં ભરતનાટ્યમ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ગણેશ સ્તુતીની રજૂઆત કરી હતી. જેમાં શુભનયન, કરૂણામય, વરદ વિનાયક, ઓમકાર, અધિપતિ, સુખપતિ, ગંધપતિ અને છંદપતિ સ્વરૂપોને પ્રસ્તુત કર્યા હતા.

    નૃત્ય વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ભરતનાટ્યમ અંતર્ગત ગણેશજીની કૃતિ રજૂ કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ