તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સયાજી સ્ટાર્ટઅપ્સમાં 3.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું

સયાજી સ્ટાર્ટઅપ્સમાં 3.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5થી 25 લાખ સુધીનું ફન્ડિંગ અપાશેે

^અમે પ્રોસેસ બાય, સાલ્કોન ટેક અને એલ્ગાલીઓ સ્ટાર્ટ અપને ફંડિગ અને મેન્ટરીગ માટે સિલેક્ટ કર્યા છે. આગામી સમયમાં ત્રણેય સ્ટાર્ટ અપ જોડે ચર્ચા કરી ફંડીગ અને મેન્ટરીગની પ્રોસેસ આગળ વધારીશું. ત્રણ સ્ટાર્ટ અપને 5થી 25 લાખ સુધીનું ફંડીગ અપાશે. > તરૂણાસુર્યવંશી, ઇન્વેસ્ટર.

3 સ્ટાર્ટ અપને સિલેક્ટ કરાયા છે

^સયાજી સ્ટાર્ટ અપ સમિટમાં મેં ટેકનોલોજી બેઝ્ડ સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો છે. ટેકનોલોજી બેઝ્ડ સ્ટાર્ટ અપને મોટુ માર્કેટ મળે છે. સિલેક્ટેડ 3 સ્ટાર્ટ અપનું પિચિંગ થશે. તેમને વ્યક્તિગત 15થી 20 લાખ સુધીનું ફંડીગ આપશે. > અર્ચિતસોમાણી, ઇનવેસ્ટર.

સિટી રિપોર્ટર. વડોદરા

એમએસયુનિ.ની ઇન્સ્ટિટ્યુટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સ ખાતે શરૂ થયેલા 10 દિવસની “સયાજી સ્ટાર્ટઅપ સમિટ 2017”ની શનિવારે પુર્ણાહુતી કરવામાં આવી હતી. શનિવારે છેલ્લા દિવસે વિવિધ સ્ટાર્ટઅપને ફંડિગ અને મેન્ટરીંગ માટે સિલેક્ટ કરવામાં આ‌વ્યા છે. 12 જેટલા સ્ટાર્ટઅપને વિવિધ ઇનવેસ્ટર દ્વારા ફંડિગ માટે શોર્ટલિસ્ટ કરાયા છે. સ્ટાર્ટ અપ સમિટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સમિટમાં રજૂ થયેલા સ્ટાર્ટઅપ્સ પાછળ અંદાજે 3.5 કરોડનું ઇનવેસ્ટમેન્ટ કરાયું છે.

સ્ટાર્ટ અપ સમિટમાં 10 દિવસ દરમિયાન 225થી વધારે સ્ટાર્ટ અપ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. વડોદરાના 110થી વધારે સ્ટાર્ટ અપ્સ હતા. 12 જેટલા સ્ટાર્ટ અપ્સનું ફંડીગ માટે સિલેક્શ કરાયું છે. 35 જેટલા સ્ટાર્ટ અપ્સને ઇનક્યુબેશન માટે અને મેન્ટરીંગ માટે સિલેક્ટ કરાયા છે.

વડોદરાના 110થી વધારે સ્ટાર્ટ અપ્સ હતા

સ્ટાર્ટ અપ સમિટની ક્લોઝિંગ સેરેમની યોજાઇ

અન્ય સમાચારો પણ છે...