તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા જિ. પ્રવેશોત્સવમાં ધો.1 માં 14,061ને પ્રવેશ

વડોદરા જિ. પ્રવેશોત્સવમાં ધો.1 માં 14,061ને પ્રવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

વડોદરાજિલ્લામાં ગુરુવારથી શરૂ થયેલા ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવનું શનિવારે સમાપન થયું હતું. શાળા પ્રવેશોત્સવ-2017 દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.1 માં કુલ-14,061 બાળકોનું નામાંકન થયું હતું. જ્યારે ધો.9 માં 15,563 વિદ્યાર્થીઅોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવમાં નવા પ્રવેશ મેળવનારા બાળકોની માહિતી આપતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.એમ.એન.પટેલે જણાવ્યું હતું કે, ધો.1 માં શાળા પ્રવેશોત્સવના પહેલા દિવસે 5107, બીજા દિવસે 4,725 અને ત્રીજા દિવસે 4,229 બાળકોનું નામાંકન થયું હતું. ધો.1 માં પ્રવેશ મેળવનારા બાળકોને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તરફથી આવકારી દફતર સહિતનું સાહિત્ય આપવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવની ઉજવણી માધ્યમિક શાળામાં પણ કરાઇ હતી. જે અંતર્ગત ધો.8 ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ધો.9 માં પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જિ.પ્રા.શિક્ષણાધિકારીએ માહિતી આપી હતી કે, ત્રણ દિવસ દરમિયાન ધો.9 માં 15,563 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.એમ સૂત્રોએ જણાવ્યું હતું

બાળકોને દફતર સહિતનું સાહિત્ય અપાયું

આખરે પ્રવેશોત્સવનું થયેલું સમાપન

અન્ય સમાચારો પણ છે...