આઇસસેટ-2ને નાસા આજે લૉન્ચ કરી શકે છે

500 કિ.મી. ઊંચાઇએથી આઇસસેટ-2 એન્ટાર્કટિક ગ્લેશિયર અને હિમાલયનો બરફ પીગળવાના કારણોની તપાસ કરશે સેટેલાઇટમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:00 AM
Vadodara - આઇસસેટ-2ને નાસા આજે લૉન્ચ કરી શકે છે
આઇસસેટ-2 કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝથી રવિવારે લૉન્ચ કરવાની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે. આ સેટેલાઇટ ધ્રુવોના બરફની માપણી, પીગળવાનો દર, સમુદ્રના આકારની માપણી, જમીન અને વૃક્ષોની સંખ્યાનો 3ડી મેપ આગામી ત્રણથી સાત વર્ષમાં તૈયાર કરશે.

અભિયાન ત્રણથી સાત વર્ષ સુધી ચાલશે, 7 હજાર કરોડ રૂ. ખર્ચ

એજન્સી | ન્યૂયોર્ક

અમેરિકી સ્પેસ એજન્સી નાસા રવિવારે ક્લાઉડ એન્ડ લેન્ડ એલિવેશન સેટેલાઇટ-2 (આઇસસેટ-2)ને ડેલ્ટા-2 રોકેટથી લૉન્ચ કરી શકે છે. આ ઉપગ્રહ છોડવાનો હેતુ 500 કિ.મી.ની ઊંચાઇએથી ધરતી પરના બરફના પડ, ગ્લેશિયરો અને દરિયાઇ બરફ પીગળવા પાછળનું કારણ જાણવાનો છે. આ સેટેલાઇટમાં અત્યાધુનિક એડવાન્સ્ડ ટોપોગ્રાફિક લેસર અલ્ટીમીટર સિસ્ટમ (એટલસ) લગાવેલી છે. વિશ્વમાં આ પહેલી વાર આ ઉપકરણોનો અવકાશમાં પ્રયોગ થશે. આ અભિયાનનો ખર્ચ 7 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ સેટેલાઇટ દર સેકન્ડે 60 હજાર મેપ કેપ્ચર કરવા સક્ષમ છે. તેનાથી ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકામાં બરફની ઊંચાઇ તથા હિમાલયના ગ્લેશિયરોમાં થતા ફેરફારો વિશે જાણી શકાશે. આ અગાઉ આઇસસેટ-1નું 2003માં પ્રક્ષેપણ કરાયું હતું. તેણે 2009 સુધી ડેટા પૂરો પાડ્યો હતો.

સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઓશનોગ્રાફીના પ્રોફેસર હેલન ફ્રિકરે જણાવ્યું કે પૃથ્વી પર જામેલા તથા બરફીલા ક્ષેત્રોને હિમમંડળ (ક્રાસોસ્ફિયર) કહે છે. આઇસસેટ-2 તેનો જ અભ્યાસ કરશે. અગાઉ ક્યારેય અવકાશમાં તેનો અભ્યાસ થયો નથી.

¾, વડોદરા , રવિવાર, 16 સપ્ટેમ્બર, 2018

ક્લાઉડ એન્ડ લેન્ડ એલિવેશન સેટેલાઇટ-2 (આઇસસેટ-2) ડેલ્ટા-2 રોકેટમાંથી છોડવામાં આવશે. તેનું વજન 1514 કિલોગ્રામ છે.

આઇસસેટ-2ની લેસર સિસ્ટમ એટલસથી લીલા રંગનાં કિરણો 6 ભાગમાં વિભાજિત થઇને પૃથ્વી પર પહોંચશે અને પાછા ફરશે.

આઇસસેટ-2નો એટલસ દર સેકન્ડે 10 હજાર વખત લેસર છોડશે, જેમાં સેંકડો અબજો ફોટોન્સ હશે.

આઇસસેટ-2 દર 70 સેન્ટીમીટરે માપણી કરશે.

એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડમાં દર વર્ષે અબજો ટન બરફ ઘટી રહ્યો છે. બરફ પીગળ્યા બાદ તે પાણી સમુદ્રમાં ભળી જાય છે. આ પ્રક્રિયા દરિયાઇ જળસપાટી વૈશ્વિક સ્તરે વધારનારી છે. ઉત્તર ધ્રુવના અંતરિયાળ વિસ્તારોમાં તો 38 વર્ષમાં બરફ બે તૃતીયાંશ સુધી ઘટી ગયો છે.

સેટેલાઇટ ધ્રુવ, ગ્લેશિયર તથા હિમાલયના બરફની જાડાઇમાં આવતું વાર્ષિક પરિવર્તન માપી શકાશે. તે 4 એમએમ સુધીના ફેરફારની સચોટ ગણતરી કરશે.

માપણીમાં ફોટોન્સને ધરતી સુધી પહોંચવામાં અને પાછા ફરવામાં લાગતા સમયનો ઉપયોગ કરાશે. તે સેકન્ડનો 33 લાખમો ભાગ હશે.

2.5મીટર લાંબો, 1.9 મીટર પહોળો અને 3.8 મીટર ઊંચો છે આઇસસેટ-2. આ સેટેલાઇટ 9 વર્ષે બનીને તૈયાર થયો છે.

18

Vadodara - આઇસસેટ-2ને નાસા આજે લૉન્ચ કરી શકે છે
Vadodara - આઇસસેટ-2ને નાસા આજે લૉન્ચ કરી શકે છે
X
Vadodara - આઇસસેટ-2ને નાસા આજે લૉન્ચ કરી શકે છે
Vadodara - આઇસસેટ-2ને નાસા આજે લૉન્ચ કરી શકે છે
Vadodara - આઇસસેટ-2ને નાસા આજે લૉન્ચ કરી શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App