તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હાલોલ સબ જેલમાંથી કેદી ભાગતા પોલીસમાં દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ સબ જેલમાંથી કેદી ભાગતા પોલીસમાં દોડધામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલસબ જેલમાંથી એક કેદી ગાર્ડને ચકમો આપી ભાગી જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. ભાગી ગયેલા કેદી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ પોલીસે શરુ કરી હોવાનું જાણવા મળે છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કેદી ભાગી જવાના બનેલા બનાવની ફરીયાદ જેલગાર્ડ ચતુરભાઇ સોમભાઇ મકવાણાએ નોંધાવી હતી. જેઓ છેલ્લા ચાર વર્ષથી હાલોલ સબ જેલમાં જેલગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ વાહન ચોરીના ગુનામાં સજા કાપતા કેદી સાહેજાદ ઉર્ફે કાસમ શેખ ઉવ.30, રહે. હાજીમહોલ્લા ભાનવાડા, ફતેપુરા વડોદરા સબ જેલમાં હતો. તે જેલમાં સફાઇ કામ કરતો હતો. જેલગાર્ડે માનવતાના નાતે જમવા માટે તેને પુછયુ હતંુ. જેલગાર્ડે કેદીને હાથ ધોવા જેલની કોટડીનો દરવાજો ખોલી આપતાં હાથ ધોઇને જેલગાર્ડને ચકમો આપી જેલમાંથી ભાગી છુટયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો