તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અધ્યાપક ઇન્ટરનેટ પરથી ઉઠાવેલું સાહિત્ય આપતાં હોવાની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધ્યાપક ઇન્ટરનેટ પરથી ઉઠાવેલું સાહિત્ય આપતાં હોવાની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનાકોમર્સ ફેકલ્ટીના બીઝનેસ ઇકોનોમીકસ વિભાગના આધ્યાપક કે.આર.બડોલા દ્વારા ભણાવવામાં આવી રહેલા ટી.વાય.બીકોમના છેલ્લા સેમીસ્ટરના એચઆરડી વિષયમાં વિધાર્થીઓને સમસ્યાઓ થઇ રહી હોવાની રજૂઆતો ફેક્લ્ટી ડીનને કરવામાં આવી છે.

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીઝનેસ ઇકોનોમીકસ વિભાગમાં આધ્યાપક કે.આર.બડોલા ટી.વાય.બીકોમમાં એચઆરડી વિષયનો અભ્યાસ વિધાર્થીઓને કરાવી રહ્યા છે. જોકે વિધાર્થીઓને તેમના દ્વારા જે પણ ભણાવવામાં આવે છે તે ખબર પડી રહી નથી વિધાર્થીઓ વિષયમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઉપરાંત વિધાર્થીઓને જે પણ સાહિત્ય આપવામાં આવે છે તે ઇન્ટરનેટ પરથી સીધુ ઉઠાવીને આપી દેવામાં આવે છે અને રેફરન્સ બુક પણ યોગ્ય આપવામાં આવતી નથી જેના પગલે વિધાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. ઇકોનોમીકસ વિભાગના આધ્યાપક કે.આર.બડોલા ઇન્ટરનેશનલ ટ્રેડ તથા ઇન્ટરનેશનલ ફાયનાન્સ જેવા વિષયો પણ ભણાવે છે. છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી વિવિધ મુદાઓને લઇને તેઓ સામે અનેક વિવાદ થયા છે.

^અમુક વિધાર્થીઓએ રજૂઆત કરવા આવ્યા હતા અને લેખીતમાં રજૂઆત કરી હતી. ઇકોનોમીકસ વિભાગના વડાને વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતની કોપી મોકલી આપવામાં આવશે જેના આધારે તે આગળની કાર્યવાહી કરશે. > શરદબંસલ, ડીન,કોમર્સફેકલ્ટી

ડિપાર્ટમેન્ટ હેડને ફરિયાદ મોકલાશે

િવદ્યાર્થીના આક્ષેપને પગલે કોમર્સ ફેકલ્ટીમાં વધુ એક િવવાદ

વાણિજ્ય અર્થશાસ્ત્રના પ્રો.બડોલા વિરુદ્ધ ડીનને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો