તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેન્યુફેકચરીંગ ડેટમાં છબરડાં, 28500 પાણીનાં પાઉચનો નાશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેન્યુફેકચરીંગ ડેટમાં છબરડાં, 28500 પાણીનાં પાઉચનો નાશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળાનીગરમીનો પ્રારંભ થતાં એકશનમાં આવેલા પાલિકાના ફૂડ વિભાગે સતત ત્રીજા દિવસે દરોડા ઝુંબેશ યથાવત્ રાખી હતી અને પાણીનાં પાઉચ બનાવતી 10 ફેકટરીમાં સપાટો બોલાવીને પાણીનાં 28500 પાઉચનો સ્થળ પર નાશ કર્યો હતો.

ઉનાળાની ઋતુમાં બરફનું મોટા પ્રમાણમાં શહેરમાં વેચાણ થાય છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી આઇસ ફેક્ટરીમાં બનાવવામાં આવતો બરફ શહેરી જનોના આરોગ્યને હાનિ પહોંચાડે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની 2 ટીમો દ્વારા બે દિવસ પહેલાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. .આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સલાટવાડાની અાઇસ ફેકટરી, કારેલીબાગ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી આઇસ ફેકટરી, શાસ્ત્રી બ્રિજ નીચે આવેલ કોલ્ડ સ્ટોરેજ, ગોરવા એસ્ટેટમાં આવેલ બે આઇસ ફેકટરી, મકરપુરા જીઆઇડીસીમાં આવેલ બે આઇસ ફેકટરી અને કોલ્ડ સ્ટોરેજ તેમજ અેક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.શુક્રવારે બીજા દિવસે 110 કિલો કેરીના રસના નામે વેચાતા મેંગો મિલ્ક શેક, 40 કિલો ચાસણી અને 40 કિલો બગડેલાં ફ્રૂટ ફેંકાવી દીધાં હતાં. તેવી રીતે, ત્રીજા દિવસે ફૂડ ઇન્સ્પેકટરોની એક ટીમે ગોરવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બનાવતી પાંચ ફેકટરીમાં તેમજ બીજી ટીમે તાંદલજા, મકરપુરા જીઆઇડીસી, કિશનવાડી વિસ્તારની પાંચ ફેકટરીમાં દરોડા પાડ્યા હતા. તપાસણીમાં, મેન્યુફેકચરિંગ ડેટ બરાબર છપાયેલી હોય તેવાં 28500 પાઉચનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

બીમાર ના પડવું હોય તો પાણીનાં પાઉચ પર ડેટ વાંચજો

10 ફેક્ટરીમાં પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો