તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાલિકાની લારીમુકત ઝુંબેશ સામે રેલી: નુકસાનના વળતરની માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની લારીમુકત ઝુંબેશ સામે રેલી: નુકસાનના વળતરની માગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં 10 હજારથી વધુ લારીગલ્લા છે ત્યારે પશ્ચિમ વિસ્તારના રોડ પર ઉભી રહેતી લારી ગલ્લાવાળા ભાગમાં કાયમી ધોરણે લારીગલ્લા ઉભાં રાખવા પર પ્રતિબંધ મૂકતાં બોર્ડ લગાવી દીધાં છે. આવાં નોટિસ બોર્ડ પર ‘હવે આવનારી ચૂંટણીમાં મતદાન પૂરેપૂરું થશે પણ ભાજપને હટાવવા-હરાવવા,ભાજપનો કાળો કાયદો, ગરીબો માટે કાળો દિવસ જેવા લખાણ સાથે અધિકાર રેલીની જાહેરાત કરતાં પોસ્ટર ચોંટાડવામાં અાવતા શુક્રવારે મોડી રાત સુધી ભાજપના આગેવાનો ચિંતીત થતાં પોલીસ તંત્ર દોડતું રહ્યું હતું.

બીજી તરફ, વડોદરા શહેર લારીગલ્લા અને પથારા એસોસિયેશનને શુક્રવારે મોડી રાતે 11 વાગે રેલી માટે પરવાનગી આપવામાં આવી હતી. જેથ, શનિવારે સવારે 10 વાગ્યાથી અલકાપુરી ડો.આંબેડકર સર્કલ પાસે લારી ગલ્લા ધારકો ભેગા થવાનું શરૂ કર્યુ હતુ પરંતુ રેલીના પ્રારંભ પૂર્વે પોલીસે નારાયણ રાજપુત(સદ્દામ)ને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો હતો અને રેલી પૂરી થઇ ત્યાં સુધી તેમની નજરકેદમાં રાખવામાં આવ્યો હતો. જોકે, રેલીની આગેવાની વારિસઅલી(બાપુ)એ લીધી હતી અને ડો.આંબેડકરના સ્ટેચ્યુને હારતોરા કરી રેલીનો પ્રારંભ કર્યો હતો. બેનરો-પ્લેકાર્ડ સાથે લારી ગલ્લા ધારકોની સ્કૂટરરેલી મલ્હાર પોઇન્ટ થી અકોટા દાંડિયાબજાર ફલાય ઓવર પર પહોંચી હતી અને ત્યાં અચાનક વાહનો પાર્ક કરીને પગપાળા રૂપે પાલિકાની વડી કચેરી પહોંચ્યા હતા. ટાણે, પાલિકાની વડી કચેરીને ચારે બાજુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો અને ચૂંટાયેલી પાંખ થી વહીવટી પાંખ તરફના અવરજવરના રસ્તા પણ બંધ કરી દેવાયા હતા. લારી ગલ્લા ધારકોમાં મહિલાઓ પણ જોડાઇ હતી અને માર્કેટ ચાર રસ્તા પાસે કમિશનરની કચેરીના ગેટ પાસે રોડ પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા.

લારી ગલ્લા ધારકોએ ડૉ.આંબેડકર સર્કલથી ખંડેરાવ માર્કેટ સુધીની રેલી કાઢી કોર્પોરેશન ઓફિસે મ્યુ.કમિશનર ને રજુઆત કરવા ગયા હતા અને માર્કેટ ચાર રસ્તા પાસે રસ્તાની વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોલીસે મોડી રાતે 11 વાગે રેલીની અરજીનેે મંજૂરી આપી

બેનરો સાથે લારી-ગલ્લાધારકોએ સ્કૂટર રેલી કાઢી આવેદન આપ્યંુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો