તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • L&T પાછળની નાગરવાડાની 14.64 હેકટરની જમીન 129 કરોડની થાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

L&T પાછળની નાગરવાડાની 14.64 હેકટરની જમીન 129 કરોડની થાય છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
2 લાખ સ્ક્વેર ફીટ જમીન ખરીદવા ગત ડિસેમ્બર સુધી સમય આપ્યો હતો છતાં કાર્યવાહી થઇ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

અર્બનડેવલોપમેન્ટ ઓથોરિટી (વુડા)એ 1986માં એમ.એસ.યુનિવર્સિટીને લક્ષ્મી વિલાસ પેલેસમાં આવેલી 2 લાખ સ્કેવર મીટરની જમીન રિઝર્વ કરીને ફાળવી હતી. વુડાએ એમ.એસ.યુનિવર્સિટીને 31મી ડિસેમ્બર-16ના રોજ જમીન ખરીદવા માટેનો સમય આપ્યો હતો. જોકે નવા વર્ષમાં પણ ત્રણ મહિના જેટલો સમય વીતી જવા આવ્યો છતાં યુનિ.ના સત્તાધીશો દ્વારા કોઇ કાર્યવાહી થતાં યુનિ. હવે રૂપિયા 510 કરોડની જમીન પણ ગુમાવે તેવી પ્રબળ શક્યતાઓ ઉભી થઇ છે.

વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (વુડા)એ 1986માં એમ.એસ.યુનિવર્સિટીને ટેકનોલોજી ફેકલ્ટીની સામે આવેલી લક્ષ્મી વિલાસ પેલેસમાં 2 લાખ સ્કવેર મીટરની જમીન રિઝર્વ કરીને ફાળવી હતી. વુડાએ જમીન ખરીદવા યુનિવર્સિટીને 10 વર્ષનો સમય આપ્યો હતો. જોકે યુનિ.એ જમીન ખરીદી શકતાં તેમણે વુડા પાસે મુદ્દત માંગી હતી. વુડાએ બે વાર મુદ્દત વધારીને અંતિમ મુદ્દત 31મી ડિસેમ્બર-2016 સુધી આપી હતી. મુદ્દત પણ વીતી ગઇ છે અને યુનિ.ના સત્તાધીશોએે હજી સુધી જમીન ખરીદી નથી કે વુડાને જવાબ પણ પાઠવ્યો નથી. જમીન પણ યુનિ.ના તાબામાં હતી, પરંતુ યુનિ. સમય મર્યાદામાં જમીન ખરીદી નહીં શકે તો તેને ગુમાવવી પડે તેવો સંજોગો છે. જમીન ખરીદવા માટે રૂપિયા 510 કરોડની જરૂર પડશે. યુનિ.પાસે આટલા રૂપિયા સરપલ્સ હોવાથી હવે રાજ્ય સરકાર પાસે આર્થિક મદદ માંગશે.

યુનિ.ને એલ એન્ડ ટી-વીઆઇપી રોડ પાછળ આવેલી નાગરવાડાની 14.64 હેકટરની જમીન વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (વુડા)એ ફાળવી હતી. જોકે ત્રણ દાયકા બાદ પણ યુનિ.એ તે જમીન નહીં ખરીદતાં આખરે નાગરવાડાની જમીનના મૂળ માલિકો હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટે વુડાને તે જમીન રિઝર્વ કેટેગરીમાંથી છૂટી કરવા અથવા તો યુનિ.ને તે જમીન ખરીદવાની અંતિમ તક આપવા માટે નોટિસ આપી હતી. નોટીસના પગલે યુનિ.ના સત્તાધીશોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જમીનના ઇતિહાસથી લઇને અત્યાર સુધીના સ્ટેટસને લઇને તમામ વિગતો એકત્રિત કરીને સિન્ડિકેટની બેઠકમાં સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

MSU ~510 કરોડની જમીન ગુમાવી શકે તેવી શક્યતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો