તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્તાનો દુરુપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતરવિવારના રોજ મળસકે ઉત્તર પ્રદેશ નજીક કાનપુર પાસે ઇન્દોર-પટણા એકસપ્રેસને અકસ્માત નડતાં અંદાજ 145 રેલ મુસાફરોનાં મોત નીપજ્યા હતાં.જેમાં મેન્ટનન્સની કમીના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.આમ છતાં વડોદરા ડિવિઝનમાં રેલ તંત્રે કોઈ બાબત ગંભીરતાથી લીધી હોય તેવું જણાતું નથી, કારણ કે આજે પણ 400 જેટલા ટ્રેકમેનો રેલવે ટ્રેકના બદલે રેલ અધિકારીઓના બંગલા સાચવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

વડોદરા રેલવે ટ્રેકમેન એસોસિયેશનના ડિવિઝનલ સેક્રેટરી અભયસિંગ મીના કહે છે કે ‘વડોદરા રેલવે ડિવિઝનમાં 12000 રેલવે કર્મચારી છે , તે પૈકી 3500 જેટલા કર્મીઓ રેલવે ટ્રેકમેનની જગ્યા પર છે.પરંતુ પૈકી 400 જેટલા ટ્રેકમેનો રેલ અધિકારીઓના ઘરે કામ કરે છે જેથી રેલવેના સુરક્ષા અને સલામતીના કામ પર ભારે અસર પડે છે.રેલવે અધિકારીઓના ઘરે કામ કરતા ટ્રેકમેનોની હાજરી રેકર્ડ પર વિવિધ રેલવે સ્ટેશન કે રેલવે ટ્રેક પર બતાવાય છે પરંતુ 400 જણાએ કામ કરવું પડે છે અધિકારીઓના ઘરે.આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં રેલવેના ટોચના અધિકારીઓ બાબતે કોઈ ધ્યાન આપતા નથી.જે ટ્રેકમેનો અધિકારીઓના ત્યાં કામ કરે છે તેમાં પીડબ્લ્યુ,સીપીડબ્લ્યુ આઇ,એડીએન,ડીઈએન,જુ.ડીઈએન,એસઆરડીનો સમાવેશ થાય છે. રેલવેના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ‘રેલવે તંત્રમાં જે કર્મીને જે પદ માટે પસંદ કરવામાં આવ્યા હોય તે પદ માટે કામ કરવું જોઈએ.કારણ કે ટ્રેકમેનની પોસ્ટ રેલવેની સેફટી કેટેગરીમાં આવે છે એટલે તેમની પાસે બીજું કામ કરાવવું જોઈએ નહીં.વડોદરા રેલવે ડિવિઝનના જન સંપર્ક અધિકારી ખેમરાજ મીના જણાવે છે કે અંગે અમને રજૂઆત મળશે તો ચોક્કસ કાર્યવાહી થશે.

કેટલાક ટ્રેકમેનો આણંદ,ભરૂચ અને સમલાયાથી વડોદરા અપડાઉનકરે છે

ટ્રેકમેનોનીહાલત એટલી કફોડી છે કે ‘તેમણે નિયત નોકરી કરવાને બદલે સાહેબોના ઘેર કામ કરવા જવું પડે છે.જેમાં આણંદ,ભરૂચ અને સમલાયામાં નિયુકત થયેલા ટ્રેકમેનોને તેમના સાહેબોના ઘેર કામ કરવા માટે વડોદરા આવવું પડે છે.જો કે તેમની હાજરી પૂરી લેવાય છે.

400 ટ્રેકમેનો રેલવે લાઈનને બદલે સાહેબોના ઘર સાચવે છે

રેલવે વિભાગ 400 ટ્રેકમેનો પાછળ મહિને રૂપિયા 1.20 કરોડ પગાર માટે ખર્ચે છે

વડોદરારેલવે ડિવિઝનમાં 400 જેટલા ટ્રેકમેનોને નિયમ મુજબ કામ કરાવાતું નથી.તેઓએ રેલવે અધિકારીઓના બંગલે કામ કરવું પડે છે.એક ટ્રેકમેનનો પગાર 30,00 રૂપિયા છેે જેના હિસાબે વડોદારા ડિવિઝનમાં રેલવે પગાર આપે છે ટ્રેકમેનોને પણ કામ રેલવેનું નથી થતું. એટલે રેલવેને દર મહિને રૂ1.20 કરોડનો ચૂનો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...