તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાયાવરોહણમાં મળેલી એન્શિયેન્ટ સાઇટ એકસપ્લોર કરાશે

કાયાવરોહણમાં મળેલી એન્શિયેન્ટ સાઇટ એકસપ્લોર કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}કાયાવરોહણમાં ઠેરઠેર ખોદકામ કરવામાં આવતાં પૌરાણિક શિવલિંગ મળ્યાં હતાં.

સ્ક્વેર શેપની બ્રિક્સ યુનિક છે

એક્સકેવેશનદરમિયાન ટેમ્પલ સાથે જે સ્ટ્રક્ચર મળી આવ્યું હતું તેમાં ચોરસ બ્રિક્સ જોવા મળે છે. આર્કિટેક્ચરની દ્રષ્ટિએ યુનિક ડિઝાઇન છે. બ્રિક્સના હેરિટેજ પીસીસ સાઇટ પર જોવા મળે છે જેના પર ઘણાએ સ્ટડીસ કરી છે. એક્સકેવેશનમાં મળેલી 9 ગ્રહની મૂર્તિઓ પણ હાલ પૂજામાં મૂકેલી છે.

કાયાવરોહણના ઐતિહાસિક મહત્વ વિશે રાહુલ ગજ્જરે જણાવ્યું હતું કે ‘આ સ્થળ પર 1008 ટેમ્પલ હતા. હાલમાં પણ ઘણા ઘરનું ખોદકામ કરાય ત્યારે જમીનમાથી શિવલિંગ મળી આવે છે. એક એવી વાત છે કે જ્યારે હુમાયુએ ચાંપાનેરને સળગાવી દીધું ત્યારે જાણીને કાયાવરોહણમાં લોકોએ શિવલિંગને જમીનમાં દાટી દીધા હતા જે સમય જતા ઇતિહાસ થઇ ગયો હતો. 1974-75ના સમયમાં એક્સકેવેશન દરમિયાન અહીં કેટલીક પૌરાણિક ચીજો મળી જેમાં મંદિરનો સમાવેશ થાય છે.

સિટી રિપોર્ટર @cbvadodaraવડોદરાશહેરથી નજીક આવેલું કાયાવરોહણ તેના રિલિજિયસ મહત્વ માટે જાણીતું છે. અહીયા લોકો મોટી સંખ્યામાં સ્પિરિચ્યુઅલ અનુભવ મેળવવા માટે જાય છે પરંતુ વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ અંતર્ગત કાયાવરોહણની હેરિટેજ વોકનું આયોજન કરાયું છે. હેરિટેજ વોક યોજવાનો હેતુ એન્શિયેન્ટ નગર કાયાવરોહણના ઇતિહાસને એક્સપ્લોર કરવાનો છે.

હેરિટેજ વોકમાં 60 જેટલા લોકો ભાગ લેવાના છે જે રવિવારે સવારથી શહેરથી નીકળશે. હેરિટેજ સ્થળોની ફોટોગ્રાફી માટે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જર દ્વારા વોકને લીડ કરવામાં આવશે. વોકમાં બીજી સદીનું મંદિર આકર્ષણનું કેન્દ્ર રહેશે. મંદિર એક્સકેવેશન દરમિયાન મળી આવ્યું હતું. નગરના પૌરાણિક મકાનો અને ઠેર ઠેરથી ખોદકામમાં મળી આવતા શિવલિંગના કારણે સ્થળનું ઐતિહાસિક મહત્વ વિશેષ છે. કાયાવરહોણની વોકની શરૂઆત બ્રહ્મેશ્વર ટેમ્પલથી થશે. ટેમ્પલ બાદ આર્કિયોલોજિકલ સર્વે દ્વારા એક્સકેવેશનમાં મળી આવેલી સાઇટને એક્સપ્લોર કરાશે.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...