• Gujarati News
  • National
  • સાયન્સ ફેકલ્ટીમાં CCTV કેમેરાના વાયર કાપી નખાયા

સાયન્સ ફેકલ્ટીમાં CCTV કેમેરાના વાયર કાપી નખાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં સી.સી.ટી.વી કેેમેરાના વાયરો અજાણ્યા શખ્સો દ્વારા કપાયા હોવાની ઘટના બની હતી અને 11 જેટલા કેમેરા ઠપ થઇ ગયા હતા. ઉત્તરાયણ પૂર્વે યોજાયેલા કાઇટ ફેસ્ટિવલમાં કોઇ વિદ્યાર્થીએ જ વાયર કાપી નાંખ્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી અને મિટિંગ યોજીને વિદ્યાર્થી નેતાઓને ઠપકો પણ આપ્યો હતો.

સાયન્સ ફેકલ્ટીના પરિસરમાં લાગેલા 11 જેટલા સી.સી.ટી.વી કેમેરાના વાયરો કાપી નખાતાં કેેમેરા ઠપ થઇ જવા પામ્યા હતા. કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગના ધાબા પર વાયરો કપાયા હોવાથી એવી શંકા છે ઉત્તરાયણના તહેવાર પહેલાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા સાયન્સ ફેકલ્ટીમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાઇટ ફેસ્ટિવલ માટે જ ધાબાના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

વાયરો કાપી નાંખવાની ઘટના અંગે ડીને ફેકલ્ટીના વિદ્યાર્થી જૂથોના અગ્રણીઓને બોલાવી બેઠક યોજી હતી. જેમાં વિદ્યાર્થી નેતાઓને ઠપકો પણ આપ્યો હતો. આ ઘટનાના કારણે ફેકલ્ટીને 29 હજાર રૂપિયાનું નુક્સાન થયું હોવાનું બેઠકમાં જણાવ્યું હતું. ડીન પ્રો.એ.સી.શર્માએ જણાવ્યું હતું કે, સી.સી.ટી.વી કેમેરાના વાયર કાપવાનુંં કૃત્ય કોઇક વિદ્યાર્થી દ્વારા જ કરાયું હોવાની જાણકારી મળી છે. કારણ કે ધાબાની જગ્યા અમે કાઇટ ફેસ્ટિવલ પહેલાં ખોલી નથી. ધાબા પર સીસીટીવી કેમેરા ન હોવાથી કોણે વાયરો કાપ્યા છે એ જોઇ શકાયું નથી.

મ.સ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી કેમેરાના વાયરો કાપી નાખ્યા.

અન્ય સમાચારો પણ છે...