• Gujarati News
  • National
  • કંડલાના દરિયામાં સળગેલા જહાજમાં ફરી આગ દેખાઈ, ફોમ પાણીનો મારો યથાવત

કંડલાના દરિયામાં સળગેલા જહાજમાં ફરી આગ દેખાઈ, ફોમ- પાણીનો મારો યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ આવી રહેલા જહાજમાં ભડકી ઊઠેલી આગ પર 28 કલાક બાદ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ આવી શક્યો નથી. મોડી રાત્રે આગ બુઝાયાનું માન્યા બાદ બીજા દિવસે સવારે ફરી અગનજ્વાળાઓએ દેખા દેતા ચિંતા પ્રસરી હતી. ઘટનામાં ઘાયલ થયેલા એક ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યુ છે જ્યારે એક ઘાયલ સારવાર હેઠળ છે. પ્રશાસન દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ શિપને કિનારે ખેંચી જઈ ડીઝલનો જથ્થો કાઢવાનો પ્રયાસ હાથ ધરવાની દિશામાં કાર્યવાહી ચાલુ છે. મુંબઈ પોર્ટના કેપ્ટન સહિત ત્રણ લોકોની વિશેષ ટીમ દ્વારા જહાજને ખેંચવાની સ્થિતિ અંગે સ્થળ પરથી મોનિટરિંગ કરાઈ રહ્યુ છે.

¾, ‌‌વડોદરા, શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

4

અન્ય સમાચારો પણ છે...