તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાજપના અગ્રણીએ સ્મશાનની જગ્યા પચાવી પાડ્યાનો આક્ષેપ

ભાજપના અગ્રણીએ સ્મશાનની જગ્યા પચાવી પાડ્યાનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાસી ગામના સ્મશાનને તોડી પાડવા મુદ્દે વણકર સમાજનાં મહિલા-પુરુષો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યાં હતાં. વણકર સમાજનો આક્ષેપ છે કે, વુડાએ સ્મશાનની જગ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના અગ્રણી મેહુલ ઝવેરીને ફાઇનલ પ્લોટ તરીકે આપી દીધી છે. મેહુલ ઝવેરીએ આ સ્મશાન તોડી પાડ્યું છે. બીજી તરફ મેહુલ ઝવેરીએ વણકર સમાજના તમામ આક્ષેપો ફગાવી દીધા છે. વુડાએ જમીનો લઈને મને ફાઇનલ પ્લોટ નંબર 37 અને વણકર સમાજને સ્મશાન માટે ફાઇનલ પ્લોટ નંબર 40 આપ્યો છે. મેહુલ ઝવેરીનું કહેવું છે કે, મેં વણકર સમાજને આપવામાં આવેલો પ્લોટ નં.40ની ફરતે ફેંસિંગ અને સ્મશાન બનાવી આપ્યું છે.

વુડાની વિનંતી બાદ મેં સ્મશાન બનાવી આપ્યું છે
વુડા દ્વારા ટીપી સ્કીમમાં મારો ઓરિજિનલ પ્લોટ લઈ વુડાએ મને 37 નંબરનો પ્લોટ ફાળવી આપ્યો છે, જ્યારે વણકર સમાજની સેવાસી સરવે બ્લોક નંબર 79-80 જમીન લઈને વુડાએ તેમને 40 નંબરનો પ્લોટ ફાળવી આપ્યો છે. વુડાની રિકવેસ્ટના કારણે 60 હજાર ફૂટના 40 નંબરના પ્લોટમાં મેં ફેંસિંગ અને સ્મશાન બનાવી આપ્યું છે. વણકર સમાજના આક્ષેપો તદ્દન ખોટા છે. મેહુલ ઝવેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ, ભાજપના અગ્રણી

નવાયાર્ડના સ્મશાન વિવાદમાં મૌન રેલી યોજાઇ
નિઝામપુરાથી નવાયાર્ડ વિસ્તારને જોડતા માર્ગ પર આવેલ દલિત સ્મશાનને પાછું મેળવવા માટે હિન્દુ જાગરણ મંચે નવાયાર્ડથી પાલિકા સુુધી મૌન રેલી કાઢીને કમિશનરને સંબોધન કરતું આવેદનપત્ર ડે.મ્યુ.કમિશનરે સુપરત કર્યું હતું અને પાલિકા લેન્ડ જેહાદી તત્ત્વોના ઘૂંટણિયે પડી ગયું હોય તેમ લાગી રહ્યું હોવાનો ખુુલ્લો આક્ષેપ કરી સ્મશાનની નિભાવણી જો પાલિકા કરી શકતુું ના હોય તો તેની જવાબદારી હિન્દુ સમાજ લેવા તૈયાર હોવાની તૈયારી બતાવી હતી. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, આજેપણ આ જમીનની માલિકી પાલિકાની અને સરકારની છે. પરંતુ, પાલિકા ચિર નિદ્રામાં પોઢી ગયું છે અને પાલિકાના અધિકારીઓ પણ લેન્ડ જેહાદી તત્ત્વોના ઘૂંટણિયે પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ સ્મશાન હિન્દુ સમાજને પરત કરવાની જલદ માંગણી કરવામાં આવી હતી.

વિવાદને પગલે તાલુકા પોલીસે સ્મશાન બનાવી આપ્યું હતું
સર્વે બ્લોક નંબર 79-80 જમીન પર વણકર સમાજનું સ્મશાન છે. આ જગ્યા મેહુલ ઝવેરીને વુડા દ્વારા ફાઇનલ પ્લોટ તરીકે અપાઇ છે. મેહુલ ઝવેરીએ આ સ્મશાનને તોડી પાડ્યું હતું, જે વિવાદ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચતાં પોલીસે પોતાના ફંડથી સ્મશાનને ફરીથી બનાવી આપ્યું હતું. જોકે થોડા સમય બાદ આ મેહુલ ઝવેરીએ તાલુકા પોલીસે બનાવી આપેલું સ્મશાન ફરીથી તોડી નાખી દલિત સમાજની લાગણી દુભાવી છે. કિશોર પરમાર, સેવાસી,

અન્ય સમાચારો પણ છે...