તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇન્દોર વેરાવળ ટ્રેનના રૂટમાંથી વડોદરાની બાદબાકી મહામના ટ્રેનને ગોધરા આણંદથી વેરાવળ લઈ જવાશે

ઇન્દોર-વેરાવળ ટ્રેનના રૂટમાંથી વડોદરાની બાદબાકી મહામના ટ્રેનને ગોધરા-આણંદથી વેરાવળ લઈ જવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર,વડોદરા.

ઇન્દોર-વેરાવળ વચ્ચે આજથી શરૂ થયેલી સાપ્તાહિક મહામના સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેનના રૂટમાંથી વડોદરા રેલવે સ્ટેશનની બાદબાકી કરવામાં આવતાં વડોદરાના રેલવે મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે.વડોદરાને બાયપાસ કરી આ ટ્રેનને ગોધરા-આણંદના રટૂથી વેરાવળ લઈ જવાશે એમ રેલવે સૂત્રોએ જણાવ્યું છે.ઇન્દોર રેલવે સ્ટેશન ખાતે આજે આ ટ્રેનને લીલી ઝંડી આપી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રારંભ કરાવ્યો હતો.

મધ્યપ્રદેશના મહાકાલ અને ઓમકારેશ્વર તથા ગુજરાતના સોમનાથ જેવી તીર્થસ્થાનો પર જવા માટે ડાયરેકટ ટ્રેન મળી રહે તે માટે નવી સાપ્તાહિક ટ્રેન ઈન્દોર-વેરાવળ વચ્ચે શરૂ કરાઈ છે.જેના કારણે યાત્રા કરતાં લોકોને ફાયદો થવાની સંભાવના છે પણ વડોદરાના મુસાફરોની ઉપેક્ષા કરાઈ હોવાનું મનાય છે.

આ ટ્રેન ઇન્દોરથી ઉપડી દેવાસ, ઉજૈન, રતલામ, ગોધરા, અમદાવાદ ,સુરેન્દ્રનગર ,વાંકાનેર, રાજકોટ સ્ટોપેજ કરી વેરાવળ ખાતે પહોંચશે.આ ટ્રેન ગોધરાથી આણંદ,નડિયાદથી પસાર થશે પરંતુ આ બંને સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યાં નથી.રેલવે પેસેન્જ્રર એસોસિયેશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ આ અંગે જણાવ્યું હતું કે વડોદરા મધ્યગુજરાતનું મહત્ત્વનું શહેર છે અને વડોદરાથી ઇન્દોર જવા અને ઇન્દોરથી વડોદરા આવવા માટે શાંતિ એકસપ્રેસ અને પૂનાથી ઇન્દોર જતી ટ્રેન એમ બે જ ટ્રેનો છે. આ ટ્રેનોનું રિઝર્વેશન માેટાભાગે ફુલ હોય છે ત્યારે મહામના ટ્રેનના રૂટમાંથી વડોદરાની બાદબાકી કરવામાં આવતાં વડોદરાના મુસાફરોને અન્યાય થયો છે.

રેલવે પેસેન્જર એસોસિયેશનના હોદ્દેદાર વિનોદ ચૌહાણે આ અંગે ટ્વિટ કરી વડાપ્રધાનને રજૂઆત કરી મહામના ટ્રેનના રૂટમાં વડોદરાને સમાવવા માંગ કરી છે.જોકે રેલવે તંત્રને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.આમછતાં કોઈ પરિણામ નહી આવે તો અમે રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવશે.ટ્રેન ભલે સાપ્તાહિક છે પણ મુસાફરોને અન્યાય થયેલો છે તે દુ-ખદ બાબત છે.

અન્ય સમાચારો પણ છે...