તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમયાંતરે મેન્ટેનન્સ થયું હોત તો પિતા અને પુત્ર જીવતા હોત

સમયાંતરે મેન્ટેનન્સ થયું હોત તો પિતા અને પુત્ર જીવતા હોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર દિવસ અગાઉ પડેલા ભારે વરસાદમાં વીજકરંટ લાગતાં પિતાપુત્રના મોત નિપજવાની ઘટનામાં વિદ્યુત નિરીક્ષકે તપાસ પૂરી કરીને એક પાનાનો રિપોર્ટ વીજકંપનીને સુુપરત કર્યો હતો અને તેમાં સમયાંતરે વાયરિંગનું મેન્ટેનન્સ થયું હોત તો આ બનાવ ટાળી શકાયો હોત તેવો અભિપ્રાય વ્યક્ત કરાયો હતો.

ગોત્રી રોડ રાજેશ ટાવર પાસે આવેલ ઓલમાઇટી એવન્યુમાં તા.25ના રોજ સોસાયટીનો મેઇન ગેટ ખોલવા જતાં નિરંજનભાઇ અને વિપુલભાઇનું વીજકરંટ લાગવાના કારણે મૃત્યુુ થયું હતું.આ ઘટનાની તપાસ વિદ્યુત નિરીક્ષકને સોંપવામાં આવી હતી અને વિદ્યુુત નિરીક્ષકે દક્ષિણ ઝોનના નાયબ મુખ્ય વિદ્યુુત નિરીક્ષક અને એમજીવીસીએલના ગોત્રી સબ ડિવિઝનના નાયબ ઇજનેર(ઓ એન્ડ એમ)ને રિપોર્ટ મોકલ્યો હતો. આ રિપોર્ટમાં વિદ્યુત નિરીક્ષકે નોંધ્યું હતું કે, વીજકરંટ લાગવાની આ ઘટનાની સ્થળ તપાસ,નાયબ ઇજનેરનો તપાસણી અહેવાલ,પોલીસ પંચનામું,પીએમ રિપોર્ટ,નિવેદનોના આધારે એમ જણાવાયું હતુું કે, સોસાયટીના ઇન્ટરનલ સ્ટ્રીટલાઇટના વીજમીટરમાંથી ગ્રાહક તરફનું આંતરિક વીજ વાયરિંગ સ્ટ્રીટલાઇટ માટે કરેલું હતું.જે વાયરિંગમાં કોઇપણ સલામતી માટે સ્વિચ લગાવેલ ન હતી અને સીધું સ્વિચબોર્ડમાં જોડી સ્વિચથી ચાલુુ બંધ કરતા હતા. જેમાંથી એક સ્વિચ મારફતે બે છૂટા વાયર સિકયુરિટી કેબિન પાસેથી વાયરિંગ કરી લોખંડના ગેટ નીચે બનાવેલ કેટલ ટ્રેપ નીચે કપાયેલ વાયર સાથે અડકી ગયો હતો. સોસાયટીના મેઇન ગેટ પાસે બેથી અઢી ફૂટ પાણી ભરાયેલું હતું અને તેના કારણે ગેટ પર લીકેજ કરંટ પ્રસરતો હતો અને તેના સંપર્કમાં આવવાના કારણે અકસ્માત બન્યો હોવાનું લાગે છે અને ઇન્ટરનલ વાયરિંગ સોસાયટી દ્વારા કરેલું છે.

યુનિ.ની હોસ્ટેલમાં કામચલાઉ પ્રવેશ આપવા અાવેદન
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં 2 જુલાઈથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં હોસ્ટેલના એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને આર્ટ્સ ફેકલ્ટી તરફથી અપ્રૂવલ મળ્યાં નથી. આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ વડોદરા શહેરની બહારથી આવતા હોય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં એડમિશન લેતા હોય છે. જેના કારણે નવા આવનાર આ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવા માટે યુવા શક્તિ ગ્રૂપ દ્વારા ચીફ વોર્ડનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે મ.સ.યુનિ.ની ભૂલના કારણે વિદ્યાર્થીઓની ઓનલાઇન એપ્લિકેશનની ફી રિફન્ડ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...