તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આવાસ યોજના કૌભાંડમાં નિલકેશ દેસાઇની ધરપકડ

આવાસ યોજના કૌભાંડમાં નિલકેશ દેસાઇની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તા દરે મકાન અપાવવાનું કહી 6 લોકો સાથે રૂા.3.85 લાખની ઠગાઇ કરનાર ભેજાબાજ નિલકેશ દેસાઇને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગોત્રી પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. નિલકેશના કૌભાંડના ભોગ બનેલા લોકોનો આંકડો વધે તેવી શક્યતા છે.

લક્ષ્મીપુરા રોડની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને નેટવર્ક માર્કેટિંગનો વ્યવસાય કરતા મનોહરસિંહ પઢિયારની પત્ની ડભાસાની લુપીન કંપનીમાં નોકરી કરે છે. તેની સાથે કામ કરતા અરવિંદ પાલે વાડીના નિલકેશ કૃષ્ણકાંત દેસાઇની ઓળખાણ કરાવી હતી. નિલકેશ મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તા દરે મકાન અપાવતો હોવાનું કહેતાં તેનો સંપર્ક કર્યો હતો.

નિલકેશે બેંકર્સ હાર્ટ હોસ્પિટલ પાછળના સંપત્તિ કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસે બોલાવ્યા હતાં. તેઓ ત્યાં જતાં પ્રિયાંક નામનો વ્યક્તિ મળ્યો હતો. તે તેમને વાસણા રોડ ખાતે મકાન જોવા લઇ ગયો હતો. પરત ફર્યાં ત્યારે નિલકેશ મળતાં તેણે બે લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. જે પૈકી બુકિંગના રૂા. 50 હજાર, દસ્તાવેજ પેટે રૂા. 45 હજાર પહેલાં આપવા જણાવ્યું હતું. મકાન ખરેખર લેવું હોય તો પેમેન્ટ જમા કરાવી ફોર્મ ભરાવી દેવું, નહિતર મકાન બચશે નહિ તેમ પણ તેણે કહ્યું હતું.

31 મેના રોજ તેઓ દિવાળીપુરા સ્થિત નવી કોર્ટમાં જતાં નિલેકેશે તેમને વિશ્વાસમાં લેવા માટે નોટરાઇઝ સોગંદનામું કરાવ્યું હતું. તેમણે રૂા. 60 હજાર આપ્યા હતા.

નિલકેશે તેમને વડોદરા મહાનગર પાલિકા લખેલી રૂા. 30 હજારની પાવતી આપી હતી. બીજા રૂપિયાની પાવતી માગતાં નિલકેશે અમારે ઉપરી સાહેબને પૈસા અાપવા પડે છે તેમ કહ્યું હતું. ત્યારબાદ બીજા 20 હજાર આપતાં તેણે પાવતી નહિ આપી એલોટમેન્ટ લેટર આપવાનું જણાવ્યું હતું. થોડા દિવસ બાદ કોઇ લેટર નહિ મળતાં બેંકમાં તપાસ કરતાં પાવતી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અરુણ મિશ્રા અને કોન્સ્ટેબલ સંજય પ્રતાપે ગુરુવારે નિલકેશને ઝડપી પાડી ગોત્રી પોલીસને હવાલે કર્યો હતો.

આરોપી નિલકેશ દેસાઇ

અન્ય પાંચે પણ નાણાં ગુમાવ્યાં
પ્રતિક ચંદ્રકાંત માલુ - રૂા.1.20 લાખ
ફાગ્લુન દિનેશ પંચાલ - રૂા.75,000

મનીષ ડાહ્યા મકવાણા - રૂા.30,000

મૃદુલાબહેન ડાહ્યા મકવાણા - રૂા.30,000

રાજેશ કંચનલાલ પંચાલ - રૂા.50,000

અન્ય સમાચારો પણ છે...