તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાઇક સામે ગાય આડે આવી જતાં મહિલાનું મોત

બાઇક સામે ગાય આડે આવી જતાં મહિલાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વાઘોડિયા રોડ પાસે રહેતી એક મહિલા ગત રવિવારે પોતાના સ્વજન સાથે બાઇક પર જઈ રહી હતી. આ દરમ્યાન ગાયની અડફેટે આવી જતાં તેમનું સારવાર દરમ્યાન મોટ નીપજ્યું હતું. વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે રહેતાં સુંદરબેન રાજુભાઈ વસાવા (ઉં.વ.43) ગત રવિવારે પોતાના સ્વજન સાથે બાઇક પાછળ બેસીને જઈ રહ્યાં હતાં. આ દરમ્યાન વાસદ કેનાલ પાસે રસ્તાની વચ્ચે ગાય આવી જતાં બાઇકસવાર બંને લોકો જમીન પર પછડાયાં હતાં. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સુંદરબેનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...