તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરદાર ભવન ખાતે વસંત રજબ સ્મૃતિમાં દેશભક્તિ ગીત હરીફાઇનું આયોજન

સરદાર ભવન ખાતે વસંત રજબ સ્મૃતિમાં દેશભક્તિ ગીત હરીફાઇનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ ભારતીય સેવાદળ, ગુજરાત દ્વારા વસંત રજબ સ્મૃતિમાં દેશભક્તિગીત હરિફાઇનું આયોજન કરાયું છે. 1946માં 1લી જુલાઇના રોજ અમદાવાદના રમખાણોમાં સેવાદળના બે યુવાનો વસંતરાવ હેગીષ્ટ અને રજબઅલી લાખાણી શાંતિ સ્થાપવા જતા શહિદ થયા હતા. આ શહાદત માનવો માટે પ્રેરણારૂપ હોય અખિલ ભારતીય સેવાદળ, સરદાર ભવન, વડોદરા દ્વારા શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 1લી જુલાઇના રોજ સવારે 10 કલાકે વડોદરા સરદાર ભવન ખાતે દેશભક્તિ ગીત હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સર્વોદય કાર્યકર પુંજાભાઇ પટેલના સાનિધ્યમાં યોજાશે. પ્રજ્ઞાબેન પરમાર કાર્યક્રમનું સંચાલન કરશે.

માંજલપુર ખાતે આજે ભજન સંધ્યાનું આયોજન
ચિન્મય મિશન દ્વારા ચિન્મય સાધના આશ્રમ સ્વામી ચિન્મયાનંદ માર્ગ માંજલપુર ખાતે આજે તા.30 જુનને શનિવારના રોજ સાંજે 6.00 થી 8.00 કલાક દરમિયાન પુ.ગુરૂજી સ્વામી તેજોમયાનંદજીના જન્મ દિવસ નિમિત્તે શ્રી હરીશ પરમાર તેમજ શ્રી નિષાદ ઓક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી વડીલ વિહાર વાટિકા દ્વારા ભજન સંધ્યા યોજાશે
શ્રી વડીલ વિહાર વાટિકા, બુધ્ધદેવ કોલોની સામે, કારેલીબાગ, વડોદરાના ઉપક્રમે જુન માસમાં જન્મેલા સભ્યોના સામૂહિક જન્મોત્સવની ઉજવણી સંસ્થાના પટાંગણમાં તા.30 જુનને શનિવારના રોજ સાંજે 5.30 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. જેમાં દરેક સભ્યોને સમયસર હાજર રહેવા જણાવાયું છે. જે અંતર્ગત ભજન સંધ્યાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવલે છે.

બરોડા સિટિઝન કાઉન્સિલ કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કરાયું
વારસિયા રિંગ રોડ ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન
માનસ સત્સંગ દ્વારા તા.30 જુનને શનિવારના રોજ રાત્રે 8.00 કલાક સર્વાનંદ હોલ, વારશિયા રીંગ રોડ ખાતે ધવલકુમારના કંઠે સંગીતમય સંુદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

સિનિયર સિટિઝન્સ એસો. દ્વારા હાઉસી રમત ઉત્સવ
સિનિયર સિટીઝન્સ એસો.,હરણીરોડ કારેલીબાગ કેન્દ્રના સદસ્યો દ્વારા ‘હાઉસી’ રમત ઉત્સવનો કાર્યક્રમ તા.30 જુનના રોજ સાંજે 4.00 કલાકે સિનિયર સિટીઝન્સ એસો. સભાખંડમાં રાખેલ છે.

શ્રી વેંકટેશ બાલાજી મંદિરમાં શ્રી સુંદરકાંડ પાઠ યોજાશે
સામૂહિક ભજન, શ્રી સુંદરકાંડ, શ્રી હનુમાન ચાલીસા અને શ્રી વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પાઠ તા.30 જુનના રોજ સાંજે 7.30 થી 9.00 કલાકે શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલીબાગ સામે રાખેલ છે.

શહેરની સંતકૃપા પ્રતિષ્ઠાન દ્વારા ગુરૂવારે શહેરના તાંદલજા વિસ્તારમાં કાર્યરત બરોડા સિટીઝન કાઉન્સિલ કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાકભાજી, આંબો અને ફુલોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

લાયન્સ કલબનો શપથવિધિ સમારોહ
નંદેસરી લાયન્સ કલબનો શપથવિધિ સમારોહ પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન રમેશભાઈ પ્રજાપતિની રાહબરી હેઠળ યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રમુખ તરીકે લાયન વિકાસ શેઠ,મંત્રી પરેશ પંડ્યા,ખજાનચી ખુશાલભાઈ રાજપૂત વગેરેનો શપથવિધિ કરાવામાં આવ્યો હતો.

નીલેશ શુક્લની જી.સી.સી.આઇ.ના સેક્રેટરી તરીકે નિમણૂક કરાઇ
શહેરના ઉધ્યોગપતી નીલેશ શુક્લની શુક્રવારે ગુજરાત ચેમ્બર્સઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રીજીઓનલ ઓનરેલબ સેક્રેટરી તરીકે વરમી કરવા માંઆવી છે. તેઓ હાલ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન઼્ડસ્ટ્રીઝના પ્રમુખ છે. આ સાથે તેઓ ગુજરાત હાર્ડવેર ઇન્ડસ્ટીઝના પાર્ટનર તરીકે ફરજ બજાવે છે. તેમજ યુનિફિલડ ગ્રોથ ફાઉન્ડેશન ના ફાઇનેડર અને ડાયરેક્ટ છે. 60 વર્ષીય નિલેશ શુક્લ ઘણી બધી સંસ્થાઓ સો જોડાયેલા છે.

બાળકો માટે પોલિયો, ઓરી અને રૂબેલા જેવા રોગો માટે રસીકરણ કેમ્પનું આયોજન
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વડોદરા દ્વારા 9 થી 15 વર્ષનાં બાળકો માટે પોલિયો, ઓરી અને રૂબેલા જેવા રોગો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9-15 વર્ષનાં બાળકોને રસી આપવામાં આવી હતી.

સી.કે.પી ટ્રસ્ટ દ્વારા વેપારી નરેન્દ્ર ગડકરીનું સન્માન
સી.કે.પી ટ્રસ્ટ દ્વારા સી.કે.પી બિઝનેસ હોટલ પર્સન રેસ્ટોરંટ માટેની કેટગરીમાં થાણેમાં 25 લોકોનું સિલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના નરેન્દ્ર ગડકરીનું સન્માન કરવામાં આવ્યું હતું.

વાઘોડિયા રોડ ખાતે નવગ્રહ પાટલા પૂજનનું આયોજન
દશાન્હિકા મહોત્સવ શ્રી વિમલનાથ જિનાલયની 25મી સાલગીરી શ્રી વર્ધમાન જૈન સંઘ 15, અકંુર સોસાયટી, વાઘોડીયા રોડ ખાતે પાંચમા દિવસે નવગ્રહ પાટલા પૂજન તા.30 જુુનના રોજ સવારે 8.30 કલાકે સંગીતકાર જતીનભાઇ શાહ(ડભોઇવાલા) રાત્રે 8.30 કલાકે વિમલનાથ દાદાના દેરાસરમાં ભાવના રાખવામાં આવેલ છે.

શહેરના સમા વિસ્તારમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું
ફોરચ્યુન 361 સોસાયટી, સમા એરિયામાં 3C (કેરમ, ચેસ, ક્રિકેટ) ટૂર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 વર્ષ થી 70 વર્ષના ખિલાડીઓએ ભાગ લીધો હતો.

યોર માઇન્ડ વિથ મેડિટેશન ઉપર ફ્રી સેમિનારનું આયોજન
શહેરની હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા યોર માઇન્ડ વિથ મેડિટેશન ઉપર ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તા.1 જુલાઇને રવિવારના રોજ સાંજે 4.00 થી 6.00 કલાક દરમિયાન અન્નતા ટ્રેન્ડ્ઝ, નારાયણ ગાર્ડન પાસે, ગોત્રી રોડ વડોદરા ખાતે કરવામાં આવેલ છે. શહેરના યુવાન મોટિવેશનલ સ્પિકર રવિ રંજન કુમાર માઇન્ડ તથા મેડીટેશન ઉપર પોતાના વિચારો રજૂ કરશે. સમગ્ર સેમિનારનું આયોજન નિ:શુલ્ક કરવામાં આવેલ છે. કોઇને પણ ભાગ લેવો હોય તે પોતનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

3-એનો સાહેલી સિમ્પોઝિઅમ કાર્યક્રમ યોજાયો
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રા.શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રા.શાળા નં.9 બપોરે તુલસીવાડી ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં અતિથિ વિશેષ તરીકે ઉજજૈનથી પધારેલ બાળયોગી ઉમેશાનંદજી મહારાજ તેમજ નગર પ્રા.શિક્ષણ સમિતિના અધ્યક્ષા મીનાબા પરમાર તેમજ માજી મેયર સુનિલ સોલંકી શાળાના માજી આચાર્ય ફતુમલ સાહેબ ખત્રી હાજર રહ્યા હતા.

કારેલીબાગમાં સુંદરકાંડના પાઠ
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે તા.30 જુનને શનિવારના રોજ સાંજે 8.00 કલાક દરમિયાન ભીડભંજન હનુમાન મંદિર, એ-27, વૃંદાવન પાર્ક સોસાયટી, બ્રાઇટ સ્કૂલ પાછળ, કારેલીબાગ ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

ગોરવા ખાતે સુંદરકાંડના પાઠ
વિનાયક સુંદરકાંડ પરિવાર દ્વારા તા.30 જુનને શનિવારના રોજ રાત્રે 8.30 કલાક દરમિયાન એ -20, ભગવતકૃપા સોસાયટી, કરોળિયા રોડ, ગોરવા ખાતે અંકિતકુમારના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન 3-એનો સાહેલી સિમ્પોશીઅમ કાર્યક્રમ યોજાયો હતો. અા કાર્યક્રમમાં ફેડ.ઓફિસર ડો.નિરુબેન હસમુભાઇ પટેલ દ્વારા તૈયાર કરાયેલ નારી શક્તિના ગૌરવ સમા બેનરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
યોગ વિજેતાનું સન્માન કરાયું
યોગ વિજેતા યોગાચાર્ય રાજેશ બારોટનું પુરૂષોત્તમ રૂપાલા અને અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના વરદ્ હસ્તે મહાનુભવોની ઉપસ્થિતમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

વાર્ષિક સાધારણ સભા યોજાશે
દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ મંડળના સભ્યોને તા.30 જુનને શનિવારના રોજ સાંજે 5.30 કલાક દરમિયાન મંડળના કાર્યાલય ખાતે વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવેલ છે. જેમાં સભાસદ તથા સભ્યોઓને હાજર રહેવા જણાવાયું છે.

રાવપુરામાં ડાયાબિટીસ કેમ્પ યોજાશે
આરોગ્ય પ્રચારક મંડળ,ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંજલપુરના સંયુક્ત ઉપક્રમે તા.30 જુનના રોજ સવારે 8 થી 12 કલાકે આરોગ્ય ભુવન, સંસ્થા વસાહત, રાવપુરા ખાતે બંન્ને ટાઇમનો ડાયાબિટીસ વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવશે.

ઉર્સે અઝીમી કુલશરીફ અને લંગર સાથે આજે સંપન્ન થશે
30મા ઉર્સે અઝીમીનો કુલશરીફ હોઈ શનિવારે 9 કલાકે મેમણ કોલોની, ધનાની પાર્ક, આજવા રોડ દરગાહ શરીફના પટાંગણમાં મદ્રસએ કાદરીયા મહેમુદીયાના બાળકો નાતશરીફ અને મનકબત સંભળાવશે. ત્યારબાદ મિલાદ અને સલાતો સલામ થશે બપોરે 1.30 વાગે કુલશરીફ અને ગાદીપતિ હઝરત સૈયદ મોઈનુદ્દીન બાબા સાહેબ જીલાનીની દુઆઓ અને કાદરી ચિશ્તી રિફાઈ મહેમુદી લંગર સાથે 4 દિવસીય ઉર્સનું સમપાન થશે.

અન્ય સમાચારો પણ છે...