• Gujarati News
  • National
  • ડિગ્રી સર્ટિફિકેટ માટે કતાર લાગી

ડિગ્રી સર્ટિફિકેટ માટે કતાર લાગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુનિવર્સિટીમાં કોન્વોકેશન માટે થઇને ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે હેડ ઓફિસ ખાતે લાંબી લાઇનો લગાવી હતી.

રાજકીય પ્રતિનિધિઓને મંચ પર સ્થાન આપવા દબાણ
સમારંભના મંચ પર માત્ર નવ પ્રતિનિધિઓને સ્થાન
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મંચ પર 9 જ પ્રતિનિધિઓને જ સ્થાન આપવાનો નિર્ણય કરાયો છે.

જેના પગલે યુનિવર્સિટી સત્તાધીશો પર ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓને પણ મંચ પર સ્થાન આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું યુનિવર્સિટી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેના પગલે એક તબક્કે યુનિવર્સિટીમાં ચર્ચા ચાલી હતી કે, નવા ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના અગ્રણીઓને સ્થાન આપવામાં આવશે. જેના કારણે યુનિવર્સિટી તંત્રના અંદરથી જ વિરોધ થયો હતો. એક તરફ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવાની પરંપરા આ વર્ષે તોડવામાં આવનાર છે.

ત્યારે ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને બાજુ પર રાખીને રાજકીય અગ્રણીઓને મંચ પર સ્થાન આપવામાં આવે તો અયોગ્ય ગણાય. જેના કારણે યુનિવર્સિટીના પદવીદાન સમરોહમાં રાજકીય અગ્રણીઓને મંચ પર સ્થાન આપવામાં ન આવે એવી પ્રબળ શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...