• Gujarati News
  • National
  • સાયન્સ ફેકલ્ટીમાં 28મી ઓગસ્ટથી મિડ સેમ શરૂ

સાયન્સ ફેકલ્ટીમાં 28મી ઓગસ્ટથી મિડ સેમ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયન્સફેકલ્ટીમાં 28મી ઓગસ્ટના રોજથી મિડ સેમેસ્ટરનો પ્રારંભ થનાર છે. એસ.વાયબીએસસી,ટી.વાયબીએસસી તથા એમએસસીની પરીક્ષાઓ 16 સપ્ટેમ્બર સુધી યોજાશે. મિડ સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી વિદ્યાર્થીસંઘની ચૂંટણીઓ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવાની શકયતાઓ છે તેવા સમયે જો ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવશે તો સાયન્સ ફેકલ્ટીઓની પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવશે. એમ.એસસી તથા ટી.વાય. બીએસસીની પરીક્ષાઓ 28મી ઓગસ્ટથી શરૂ કરીને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે જ્યારે એસ.વાય.બીએસસીની પરીક્ષાઓ 16મી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓના ટાણે પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓને પરેશાની ઉભી થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...