• Gujarati News
  • National
  • નવી પેઢીમાં ટેક્નોલાજીનું જોખમી વળગણ

નવી પેઢીમાં ટેક્નોલાજીનું જોખમી વળગણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીપેઢીમાં સ્માર્ટ ફોન, ઇન્ટર્નેટ અને વીડિયો ગેમ સાથે ટેક્નોલોજીનું એડિક્સન જોવા મળી રહ્યું છે. આવા કિશોર અને યુવાનો મનોચિકિત્સક પાસે આવી રહ્યા છે.પરંતુ દેશમાં અંગે કોઇ એજન્સી કે સરકાર દ્વારા સરવે કરવામાં આવ્યો નથી. આગામી પેઢીમાં ટેક્નોલોજીનું વળગણ જોખમી રીતે વધી રહ્યું છે . જે ચિંતાનો વિષય બનશે.

વ્યસન માનસિક ડિસ ઓર્ડર છે. વ્યસનના બંધાણીને કોઇ દવા આપવાથી કે બળાત્કારે કોઇ સારવાર કરાવવાથી વ્યસનમુક્ત કરી શકાતો નથી. પરંતુ તેના સમગ્ર વ્યક્તિત્વને બદલવાથી તેમજ તેની અંદર જીવન જીવવવા પ્રત્યેની પ્રોઝિટિવ ભાવના વધારવાથી તેને વ્યસનમુક્ત કરી શકાય છે. માનસિક વિકાર છે.જે મગજને બદલવાથી રચનાત્મક પ્રવૃત્તિ તરફ દર્દીને વાળવાથી બદલી શકાય છે. હાલ ટોબેકો અને આલ્કોહોલ સાથે નવી પેઢી ટેકનોલોજીની બંધાણી થતી હોવાનું જોવામાં આવી રહ્યું છે. બ્લુ વ્હેલ જેવી જીવલેણ ગેમ તરફ સમાજ દોરાઇ રહ્યો છે તેમાંથી મુક્તિ અપાવવા ગંભીરતાથી સમાજે વિચારવું જોઇએ. તેમ આજે જાંબુઘોડા પાસે આલ્ફા હીલિંગ સેન્ટરના ઉદ્ઘાટન માટે આવેલા મુંબઇના મનોચિકિત્સક ડો. એ.પી. પાટનકરે જણાવ્યું હતું. તેમની સાથે ડો.રાજકુમાર, ડો.શુભાંગી અને ડો.માચીસવાળા હાજર રહ્યાં હતાં. ડો. માચીસવાળાએ ઉમેર્યું ગુજરાતમાં દારૂ- બંધી હોવા છતાંં.4.4 ટકા લોકો બંધાણી હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...