• Gujarati News
  • National
  • યુનિ. પેવેલિયનમાં ટેનિસ સહિત 6 કોર્ટમાં સિન્થેટિક ફલોર નખાશે

યુનિ. પેવેલિયનમાં ટેનિસ સહિત 6 કોર્ટમાં સિન્થેટિક ફલોર નખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટી યુનિયન પેવેલિયન ખાતે વિદ્યાર્થીઓ માટે અદ્યતન લોન ટેનિસ,બાસ્કેટ બોલ,વોલી બોલના ફલોર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી કુલ જેટલા કોર્ટમાં આવેલી ફ્લોરને સિન્થેટિકની બનાવવામાં આવશે. ફિઝિકલ એજ્યુકેશનના ઇન્ચાર્જ ડાયરેકટર પી.બી.થુમ્મરે અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે બે બાસ્કેટ બોલના ફ્લોર આરસીસીના છે તે ફ્લોરને સિન્થેટિક કુશનવાળા ફલોર બનાવવામાં આવશે. ઉપરાંત બે વોલી બોલ કોર્ટ,બે લોન ટેનિસ કોર્ટ કે જેનું ફલોરિંગ માટીનું છે તેને પણ સિન્થેટિક ફલોર બનાવવામાં આવશે. સિન્થેટિક ફલોર ઓલ વેધર હશે જેના કારણે ગમે તે સીઝનમાં રમી શકાશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 70:30ના રેશિયોથી આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી કામગીરી કરવામાં આવી રહી છે. 70 ટકા રાજ્ય સરકારની ગ્રાન્ટ તથા 30 ટકા એમ.એસ.યુનિવર્સિટીની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી રહ્યું છે. કુલ 5 કરોડ 80 લાખ ગ્રાન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટીએ આપી છે જ્યારે 3 કરોડ ઉપરાંતની રકમ યુનિવર્સિટીએ આપી છે. કુલ 8 કરોડની ઉપરની રકમમાંથી મલ્ટિપર્પઝ રૂમ બાસ્કેટ બોલ, વોલી બોલ તથા લોન ટેનિસ માટે ફલોર તૈયાર કરવામાં આવશે.

પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે મલ્ટિપર્પઝ હોલમાં ચેસ,કેરમ,ટેનિસ સહિતની ઇન્ડોર રમતો માટેની જગ્યાઓ તૈયાર કરવામાં આવશે.

બેડમિન્ટન હોલનું પણ રિનોવેશન કરાશે

યુનિવર્સિટીપેવેલિયનમાં આવેલા બેડમિન્ટન હોલના ફ્લોરિંગનું પણ રિનોવેશન કરવામાં આવશે. વર્ષો અગાઉ બનાવવામાં આવેલા બેડમિન્ટન હોલનું ફ્લોરિંગ ખરાબ હાલતમાં છે જેનું વુડન ફ્લોરિંગ પણ બદલવામાં આવશે.

મલ્ટિપર્પઝ હોલમાં ઇન્ડોર રમતો માટે જગ્યાઓ તૈયાર કરાશે

વિવિધ સુવિધા ઊભી કરવા રૂા. દોઢ કરોડનો ખર્ચ કરાશે

અન્ય સમાચારો પણ છે...