તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ક્રેન સંચાલકોને વ્હીકલ ટોઇંગના નામે ખુલ્લેઅામ લૂંટની પરવાનગી

ક્રેન સંચાલકોને વ્હીકલ ટોઇંગના નામે ખુલ્લેઅામ લૂંટની પરવાનગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેર માર્ગો પર નો પાર્કિંગ ઝોનમાં મૂકેલાં વાહનોને ટોઇંગ કરવા માટે અમદાવાદને બાદ કરતાં રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં આઉટ સોર્સિંગથી ક્રેનો મૂકવામાં આવી છે. ખાસ કરીને વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં ક્રેન સંચાલકોના ટોઇંગના ભાવમાં ભારે તફાવત જણાઇ રહ્યો છે. વડોદરામાં ક્રેનથી વાહન ટોઇંગ કરાયું હોય તો વાહન ચાલક પાસેથી રૂા. 180ના દંડની વસૂલાત કરવામાં આવે છે. જે પૈકી રૂા. 100 ટ્રાફિક પોલીસને જ્યારે રૂા. 80 ક્રેન સંચાલકોના ખિસ્સામાં જાય છે. સુરતમાં વાહન ચાલકો પાસેથી વસૂલાતા રૂા. 140 પૈકી રૂા. 100 ટ્રાફિક પોલીસના તેમજ રૂા. 40 ક્રેન સંચાલકો લઇ જાય છે જ્યારે રાજકોટમાં રૂા. 100 ના દંડની વસૂલાતમાંથી રૂા. 77 ટ્રાફિક પોલીસના અને રૂા. 23 ક્રેન સંચાલકોના ભાગે આવે છે. ત્રણે શહેરોમાં દંડની વસૂલાતના તફાવત અંગે પોલીસ તંત્ર ટેન્ડર પ્રક્રિયા મુજબ ભાવ લેવાતા હોવાની દલીલ કરી રહ્યા છે.

શહેર ટ્રાફિક પોલીસે ટુ વ્હીલર માટે કુલ 6 ક્રેન આઉટ સોર્સિંગ કરી છે. રોજનાં સરેરાશ 4000 વાહનો પ્રમાણે એક ક્રેન પ્રતિ દિન 660થી વધુ વાહનો ટોઇંગ કરી રહી છે. ક્રેન સંચાલકોને એક વર્ષમાં જેટલા રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે તેટલામાં નવી ક્રેન અાવે.

મોંઘવારી અને મજૂરીના ભાવ વધ્યા એટલે 10 રૂપિયા વધાર્યા

અગાઉ કયો ટેક્સ લાગતો હતો તે મારા સીઅેને ખબર છે

અેક પાર્ટી હોવાથી રૂા.10ના વધારા સાથે કોન્ટ્રાક્ટ અાપ્યો

^જીએસટીમાં અને મોંઘવારીમાં વધારો થયો છે. ટેક્સ કેટલો વધ્યો તે મને એકાઉન્ટન્ટ કહેશે પણ પાર્ટ્સના ભાવમાં પણ વધારો થયો છે. મજૂરીના ભાવ વધી ગયા છે. એક મહિનો ભાવે જોઇશું એટલે ખબર પડશે. પાર્ટ્સના પણ રૂપિયા ચૂકવવાના છે. ડીઝલમાં પણ રૂપિયા વધે છે. > નિકુંજભાઈ,ક્રેનસંચાલક

^ ટોઇંગ ચાર્જ 70 થી 80 કર્યો છે. હવે, જીએસટીમાં આવી ગયા છે એટલે 10 રૂપિયા વધાર્યા છે. ઇન્કમટેક્સ અને જીએસટીના કારણે ખિસ્સામાંથી નાખવા પડશે એટલે અમને થોડી રાહત થશે. અગાઉ કયો ટેક્સ લાગતો હતો તે મારા સીએને ખબર છે. > માખનસિંગ,ક્રેનસંચાલક

^ ભાવવધારા માટે જાહેરનામું બહાર નથી પડાતું , આપણે જાહેરાત કરીએ છે. જે સૌથી ઓછા ભાવ આપે છે તેને કોન્ટ્રાક્ટ આપીએ છીએ. આપણે ફરી જાહેરાત આપી હતી પરંતુ બીજી કોઇ પાર્ટી આવી નથી. પાર્ટીએ રૂા. 10 ભાવવધારા સાથે કોન્ટ્રાક્ટ અાપ્યો > મયંકસિંહચાવડા, ઇનચાર્જJCP

વાહન ટોઇંગ કર્યા બાદ તેને છોડાવવા માટે ઘણીવાર ટ્રાફિક પોલીસ પર ભલામણોનો દોર ચાલતો હોય છે. કોઇક કિસ્સામાં ટ્રાફિક પોલીસે આંખ આડા કાન કરી વાહન દંડ લીધા વગર જવા દેવું પડે છે. કેટલાક કિસ્સામાં ક્રેન સંચાલકો અને પોલીસ વચ્ચે ચડભડ થતી હોય છે.

ભલામણના કિસ્સામાં ટ્રાફિક પોલીસ અને ક્રેન ધારકો વચ્ચે તણખા ઝરતા હોવાના િકસ્સા અવારનવાર બને છે

દોઢ વર્ષમાં ~20નો વધારો

શહેરમાં ક્રેન સંચાલકોએ છેલ્લાં દોઢ વર્ષમાં વાહન ચાલકો પર વધુ અેક ટેક્સની જેમ રૂા. 20નો વધારો ઝીંકી દીધો છે.

રાજકોટ

~23

સુરત

~40

ક્રેન સંચાલકોને ક્યાં કેટલા પૈસા મળે

વડોદરા

~80

નો-પાર્કિંગમાંથી અેક વાહન ઉંચકવા માટે ક્રેન સંચાલકોને 80 રૂિપયા ચૂકવાય છે

2017

2016

2016

2017

દંડની રકમની ભાગબટાઈનો અાંકડો

પોલીસનો ક્રેનનો પોલીસનો ક્રેનનો કેસ દંડ ચાર્જ કેસ દંડ ચાર્જ

જાન્યુઆરી6838~3,41,900~4,10,280 4143~4,14,300~2,90,010

ફેબ્રુઆરી 5902~5,90,200~3,54,120 3621~3,62,100~2,53,470

માર્ચ 5134~5,13,400~3,08,040 5645~5,64,500~3,95,150

એપ્રિલ 3794~3,79,400~2,27,640 4472~4,47,200~3,13,040

મે 6277~6,27,700~3,76,620 4012~4,01,200~2,80,840

જૂન 6117~6,11,700~3,67,020 3962~3,96,200~2,77,340

જુલાઇ 4520~4,52,000~3,16,400

ઓગસ્ટ 6044~6,04,400~4,23,080

સપ્ટેમ્બર 5529~5,52,900~3,87,030

ઓક્ટોબર 4569~4,56,900~3,19,830

નવેમ્બર 3072~3,07,200~2,15,040

ડિસેમ્બર 4755~4,75,500~3,32,850

અન્ય સમાચારો પણ છે...