તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાડે કાર લેનાર નિવૃત્ત IGના પુત્ર સામે ઠગાઈની ફરિયાદ

ભાડે કાર લેનાર નિવૃત્ત IGના પુત્ર સામે ઠગાઈની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનગઢમાં રહેતા અને ખેતીકામ કરતા મોકમસિંહ ઉદેસિંગ ગોહિલે નંદસેરી પોલીસ સ્ટેશનમાં નિરવ બાવકુભાઇ જેબલીયા (રહે, તિરુમાલા સોસાયટી, ગ્રીનલેન્ડ સોસાયટી પાસે, અકોટા) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ગત 5-11-2016ના રોજ તેમના ઓળખીતા ગૌરાંગ શંકરભાઇ મકવાણાએ નિરવ બાવકુભાઇ જેબલીયાની ઓળખાણ કરાવી હતી.

નિરવ જેબલીયાએ તેમને જણાવ્યું હતું કે તમારી ગાડી ઇન્કમટેક્ષ વિભાગમાં ભાડે મૂકવી હોય તો મહિને 35000 રૂપિયા ભાડું મળશે, જેથી તેમણે ગૌરાંગ મકવાણા, સુરેશ ચંદુ ગોહિલ, અજીત ચતુર ગોહિલ અને રમેશ મકવાણાની હાજરીમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરી પોતાની સ્કોર્પિયો કાર ભાડેથી આપી હતી.

નિરવ જેબલીયાએ તેમને એડવાન્સ ભાડા પેટે પંજાબ નેશનલ બેંક, દિવાળીપુરા શાખાનો ચેક આપ્યો હતો પણ ચેક ખેડૂતે જમા કરાવતાં અપૂરતા બેલેન્સના કારણે ચેક પરત ફર્યો હતો. ચેક પરત ફરતાં ખેડૂત મોકમસિંહે નિરવ જેબલીયાનો અવારનવાર સંપર્ક કર્યો હતો. નિરવે નોટિસ આપીને 30 દિવસ પછી ગાડી મળશે તેમ જણાવ્યું હતું. જો કે કરાર મુજબ ત્યાર પછી પણ નિરવે ખેડૂતને ગાડી પરત આપી હતી.

ખેડૂત મોકમસિંહે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે નિરવ જેબલીયાએ અત્યાર સુધીનું ભાડું અને અને ગાડી પણ પરત આપી નથી. નંદેસરી પોલીસે મામલે નિરવ જેબલીયા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નિરવ નિવૃત્ત આઇજીનો પુત્ર હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

ઇન્કમટેક્ષ વિભાગમાં ગાડી ભાડે આપવાના નામે કાર લીધી હતી

કરાર મુજબ ત્યાર પછી પણ ખેડૂતને ગાડી પરત આપી હતી

અન્ય સમાચારો પણ છે...