તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેકટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

વડોદરામહાનગર પાલિકાના મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં વૃક્ષારોપણ કરીને હરિયાળુ વડોદરા બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવનાર છે. મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેકટમાં શહેરની શાળાઓના વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવશે.

મહાનગર પાલિકાના મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેકેટની જાણકારી આપવા માટે મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલોના આચાર્યો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. મહાનગર પાલિકાના મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેકટમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને જોડવામાં આવનાર છે. દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ બે વૃક્ષનો ઉછેર કરે તે પ્રકારે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીક કે પાસેની ખુલ્લી જગ્યામાં વૃક્ષ રોપીને તેના ઉછેરની જવાબદારી પોતાના શિરે લે તે પ્રકારનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પર્યાવરણ સાથે જોડાય અને વૃક્ષનો ઉછેર કરીને માવજત કરે તેવા ઉમદા આશય સાથે મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેકટને પ્રમોટ કરવામાં આવશે. અંદાજિત 15 હજારથી વધુ વૃક્ષો વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉછેરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. શાળાઓને વૃક્ષ મહાનગર પાલિકા દ્વારા પૂરાં પાડવામાં આવશે. વડોદરા મહાનગર પાલિકાના મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેકટ થકી વડોદરાને હરિયાળું બનાવવામાં આવશે.

શાળાનાં બાળકોને જોડવામાં આવે તેવા પ્રયાસ કરાશે

અન્ય સમાચારો પણ છે...