તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજવા રોડ પર એકતાનગરનાં 500 મકાનો આજે તોડી પડાશે

આજવા રોડ પર એકતાનગરનાં 500 મકાનો આજે તોડી પડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસાહતના 600 પરિવારોએ જમીન માલિકી અંગે પોતાની પાસે સનદ હોવાનો દાવો કરતાં કાનૂની ગૂંચવાડો ઉભો થયો હતો. રમઝાન મહિનાને ધ્યાનમાં રાખી પાલિકાએ જે તે સમયે તોડફોડ મુલતવી રાખી હતી.

મુદત પૂરી થયા બાદ પાલિકાએ પુન: તોડફોડનો તખ્તો ગોઠવ્યો છે અને તેના માટે પોલીસ તંત્ર સાથે બેઠકોનો દોર પણ કર્યો હતો. આજવા રોડ ખાતે આવેલી વિશાળ જગા પરના 500 મકાનોના રહીશો પિટિશનર નહીં હોવાનું તંત્રના ધ્યાને આવતાં તેવાં મકાનોને પ્રાથમિક તબક્કામાં આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુરુવારે સવારે 9 વાગ્યાથી ઓપરેશન ડિમોલિશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, મોડી સાંજે એકતાનગરના રહીશોએ પાલિકાની કચેરીમાં મોરચો માંડ્યો હતો પરંતુ તેમને કોઇ પ્રતિસાદ સાંપડ્યો હતો.

પિટિશનર સિવાયના રહીશોનાં મકાનો તોડી પાડવાનું આયોજન

પોલીસ બંદોબસ્ત તૈનાત : તોડફોડમાં 20 જેસીબી કામે લગાડાશે

અન્ય સમાચારો પણ છે...