• Gujarati News
  • National
  • સમસ્ત નેપાળી સમાજ આદિકવિ ભાનુભક્તની જન્મજયંતી ઉજવશે

સમસ્ત નેપાળી સમાજ આદિકવિ ભાનુભક્તની જન્મજયંતી ઉજવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નેપાળી ભાષામાં રામાયણની રચના કરનારા આદિકવિ ભાનુભક્ત આચાર્યજીએ નેપાળી સમાજને એકતા અને ભાઈચારાના એકસૂત્રે બાંધ્યો હતો. ભાનુભક્ત આચાર્યજીએ સમગ્ર નેપાળ અને નેપાળી સમાજને આગવી ગરિમા પ્રદાન કરી હતી. તેને અનુલક્ષીને વડોદરાના નેપાળી સંસ્કૃતિ પરિષદ ખાતે 15 જુલાઈના રોજ આદિકવિની જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કર્યું છે. જેનો પ્રારંભ 15 જુલાઈના રોજ બપોરના 2 વાગે મહાત્મા ગાંધી નગરગૃહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મેયર, સાંસદના હસ્તે થશે. આ પ્રસંગે નેપાળી સમાજના 200 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે નેપાળી સંસ્કૃતિના વારસાની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...