• Gujarati News
  • National
  • ઠગ ભાવેશ્રી દાવડાના 2 દિવસના રિમાન્ડ મંજૂર

ઠગ ભાવેશ્રી દાવડાના 2 દિવસના રિમાન્ડ મંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના એન્જિનીયર સાથે 3.50 લાખની છેતરપીંડી કરનાર ભાવેશ્રી દાવડાને પોલીસે અદાલતમાં રજુ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શહેરના એન્જિનીયર સહિત અન્ય કેટલા યુવાનોને ભાવેશ્રી દાવડાએ ઠગ્યા છે, તેની ઉંડી તપાસ પોલીસ દ્વારા શરુ કરાઇ છે.

ગોત્રી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મોબાઇલ ક્લીનીંગ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ધરાવતા મિથલેશ અરવિંદ પટેલે (રહે, માનવમંદિર સોસા, દીવાળીપુરા)એ ઇકો ફ્રેન્ડલી બાઇક ડેવલપ કરી પેટન્ટ લીધી હતી. વર્ષ 2013માં અમદાવાદ આશ્રમ રોડ સ્થિત હરેકૃષ્ણ કોમ્પલેક્ષમાં રહેતા અંકિત મહેતાએ તેની પાસે આવી પેટન્ટ ખરીદવાનું કહી એમઓયુ કર્યું હતું. ઇલેકટ્રીકથી ચાલતી બાઇકની પેટન્ટ 5 લાખમાં લઇને માત્ર 1.50 લાખ આપ્યા હતા. વર્ષ 2016માં ફરી સંપર્ક કરી નવા ઇનોવેશન કરે તો અગાઉના બાકી રૂપિયા, મહિને રૂા. 30 હજાર પગાર અને સરકાર દ્ધારા પાસ થાય તો રોયલ્ટી પણ આપવાનું કહ્યું હતું. નવા ઇનોવેશનમાં તેની પત્નીનું નામ સાથે રખાવવાનું જણાવ્યું હતું. તેણે ઇજનેર પાસેથી ગટર ક્લીંનીંગ રોબટ, બોમ્બ-કાર બ્લોકિંગ સિસ્ટમ, ઓટોમેટીક ડસ્ટબીન, બહુમાળી બિલ્ડીંગમાં વગર ઇલેક્ટ્રીસિટીએ પાણી ચઢે તેવી મોટર સહિતની પ્રોડક્ટના પ્રોટોકોલ પણ બનાવી લીધા બાદ ખોટા વાયદા કરી ઠગાઇ કરી હતી. ગુરવારે પોલીસે ભાવેશ્રીની આહવા પોલીસમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા ધરપકડ કરી હતી. પોલીસે શુક્રવારે અદાલતમાં રજુ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...