વાઘોડિયા GIDCની નોબલ ઇન્ટરનેશનલ કંપનીમાં આગ

વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં રાજેશભાઇ મુળજીભાઇ ત્રિવેદીએ ફરિયાદ આપી જણાવેલ કે વાઘોડિયા GIDCમાં પ્લોટ નં.922માં આવેલ...

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 03:57 AM
Vadodara - latest vadodara news 035709
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં રાજેશભાઇ મુળજીભાઇ ત્રિવેદીએ ફરિયાદ આપી જણાવેલ કે વાઘોડિયા GIDCમાં પ્લોટ નં.922માં આવેલ નોબલ ઇન્ટરનેશલ કંપનીમાં દિવાળીનો તહેવાર હોવાથી કંપનીની કામગીરી ચાર દિવસ માટે બંધ કરેલ અને દિવાળીના દિવસે સાંજે જમી પરવારી સુઇ ગયેલ હતા. તે વખતે રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે તમારી કંપનીમાં આગ લાગેલ છે. તેની જાણ થતાં હુ મારી મિત્રને લઇ વડોદરાથી વાઘોડીયા આવેલ ત્યારે મારી કંપનીમાં આગ લાગેલ અ્ને ફાયર બ્રિગેડની ગાડી તથા ફાયરના માણસો દ્વારા આગ ઓલવવાનું ચાલુ હતું.

ત્યારબાદ એક કલાકમાં સમગ્ર આગ પર કાબુ મેળવી આગ કાબુમાં આવી હતી.

X
Vadodara - latest vadodara news 035709
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App