દોઢ લાખમાં મકાન વેચાણે રાખવા મુદ્દે આધેડની હત્યા

Vadodara - latest vadodara news 035705

DivyaBhaskar News Network

Nov 11, 2018, 03:57 AM IST
આજવા રોડ એકતાનગર પાસે શુક્રવારે રાત્રે દોઢ લાખમાં મકાન વેચાણે માગનારા 3 શખ્સોએ આધેડને માથામાં લોખંડની પાઇપ ફટકાર્યા બાદ છાતીમાં મુક્કા મારતાં આધેડનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. બાપોદ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

આજવા રોડ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પરમારના પિતા જયંતીભાઇ પરમાર એકતાનગરમાં રહેે છે અને સેવાસદનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો અશોક ઉર્ફે ડોકટર રમણ સોલંકી તેની પાડોશમાં રહે છે. અશોક ઉર્ફે ડોકટરે શુક્રવારે રાત્રે 11-30 વાગે એકતાનગર નાકા પાસે આવેલ ચાની લારી પર તેના પિતા જયંતીભાઇ પરમારનું મકાન દોઢ લાખમાં વેચાણે માગ્યુ હતું અને બોલાચાલી કરી ઉગ્ર ઝઘડો કર્યો હતો. અશોક ઉર્ફે ડોકટરે જયંતીભાઇને માથામાં લોખંડની પાઇપ ફટકારી હતી અને તુષારે જયંતીભાઇને પકડી રાખ્યા બાદ આદીએ છાતીના ભાગે ફેંટો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જયંતીભાઇનું ટૂંકી સારવાર દરમિયાન શનિવારે સાંજે મોત થયું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

સ્વાઈન ફ્લૂના વધુ 2 કેસ પોઝિટિવ

હેલ્થ રિપોર્ટર | વડોદરા

શહેરમાં શનિવારના રોજ સ્વાઈનફ્લુના 2 કેસ પોઝેટીવ નોંધાયા હતા. સેવાસદનના આરોગ્યવિભાગ દ્વારા શહેરમાં 5 કેસનો ટેસ્ટ કર્યો હતો. જેમાં 2 કેસ પોઝીટીવ નિકળ્યાં હતાં. જેમાં છાણી અને વાઘોડિયા વિસ્તારમાંથી બે મહિલાનો સમાવેશ થાય છે. શહેરમાં સ્વાઈનફ્લુના 104 જેટલા કેસો પોઝેટીવ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ બેવડી રૂતુ અને ઠંડીની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત શહેર-જીલ્લામાં સ્વાઈન ફ્લુના પોઝેટીવ દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

X
Vadodara - latest vadodara news 035705
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી