13 ટ્રેન શોર્ટ ટર્મિનેટ થતાં હજારો મુસાફરો અટવાયાં

દહાણું પાસે ગુડ્સમાં આગ લાગતાં અસર

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 03:57 AM
Vadodara - latest vadodara news 035656
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

નવા વર્ષે ગુરુવારે રાત્રે 10:30 વાગે મુંબઇના પાલઘર પાસે આવેલા દહાણું નજીક ગુડ્સ ટ્રેનમાં આગ લાગતાં 13 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાતાં અંદાજે 15000 લોકોને તહેવારના દિવસે મુશ્કેલીમાં મૂકાવું પડ્યું હતું. કેટલાંક મુસાફરો દ્વારા વ઼ડોદરા રેલવે સ્ટેશને ડાયરેકટર સહિત અધિકારીઓને ફ્લાઇટ અથવા અન્ય સુવિધા માટે પૃચ્છા કરવામાં આવી હતી. દિવાળીમાં ફરવા જતાં કે ભાઇબીજ માટે મુંબઇ તરફ જતા મુસાફરોને મોંઘી ફ્લાઇટનો સહારો લેવો પડ્યો હતો.

રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ બેસતા વર્ષે દહાણું રોડ અને વનગાંવ વચ્ચે ગુડ્સ ટ્રેનમાં લાગેલી આગને પગલે રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા રાત્રે 2 વાગે આગ પર કાબૂ મેળવી સવારે 8 વાગ્યા સુધી રેલવ્યવહાર પૂર્વવત્ કરવા પ્રયાસ થયા હતા. પરંતુ આ દરમિયાન રાત્રે મુંબઇ -વડોદરા વચ્ચે અંદાજે 13 ટ્રેનને અસર થઇ હતી. કેટલીક ટ્રેન સુરતથી ઓપરેટ થઇ હતી. જોકે મુંબઇથી આવતા અથવા મુંબઇ જવા નિકળેલા મુસાફરોની કફોડી દશા ટ્વિટર પર વ્યક્ત કરતાં નજરે પડી હતી. વડોદરા રેલવે તંત્ર મુજબ માત્ર એક ટ્રેન વડોદરા મોડી આવી હતી. બાકી તમામ ટ્રેનો રાબેતા મુજબ રહી હતી.

રિફંડ કે મુસાફરો અંગે રેલવે પાસે માહિતી નથી

રેલવે દ્વારા જણાવાયા મુજબ વડોદરા સ્ટેશનથી માત્ર રૂ. 975ની એક ટિકિટનું રિફંડ આપવામાં આવ્યું છે. ઓનલાઇન ટિકિટ બુકિંગને પગલે કેટલા મુસાફરોએ ટિકિટ રદ કરાવી તે અંગે માહિતી મળી શકે નહીં. તેમજ ટ્રેન શોર્ટ ટર્મિનેટ થતાં વડોદરાના કેટલા મુસાફરોએ મુંબઇ સુધીની ટિકિટ બુક કરાવી હતી ω તે તમામ માહિતી રેલવે પાસે નથી.

X
Vadodara - latest vadodara news 035656
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App