તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 4 રાજમાર્ગોને દબાણમુકત કરવાની ભલામણ મુલતવી

4 રાજમાર્ગોને દબાણમુકત કરવાની ભલામણ મુલતવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામાર્ગો પર લારી ગલ્લાનાં દબાણો થઇ રહ્યાં હોવાથી નક્કી કરેલા ચાર માર્ગો દબાણ મુક્ત કરવા માટેની ભલામણ પર સ્થાયી સમિતિએ હાલ પૂરતી બ્રેક મારી છે. એટલું નહીં, દંડ વધારવા માટેની ભલામણ પર પણ સ્થાયી સમિતિએ અભ્યાસનો સૂર વ્યક્ત કર્યો હતો.

શહેરના તમામ વિસ્તારોમાં લારી ગલ્લા કેબિન,પથારાનાં દબાણોની સમસ્યા યથાવત્ છે. સેવાસદન દ્વારા શહેરમાં હોકિંગ નોન હોકિંગ ઝોનની સ્કીમ બનાવવામાં આવી હતી. સ્કીમ મુજબ, નોન હોકિંગ ઝોન વિસ્તારમાં લારી,ગલ્લા,કેબિન,પથારા મૂકી શકાય નહીં અ્ને નોટિસ વગર મ્યુ.કમિશનર તેને દૂર કરી શકે તેવી જોગવાઇ છે .

ગેરકાયદે લારી ગલ્લા કેબિન પથારા હટાવવા માટે 2015-16ના બજેટમાં કેબિન માટે ~10000,બે મીટરથી મોટી કેબિન માટે ~15000,હાથ લારી માટે ~5000 લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. રિમૂવલ ચાર્જ વસૂલ કરવાનાં ધારાધોરણ ઠરાવેલાં હોવા છતાં પણ દબાણોનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ દબાણ- મુક્ત હોવાના અભિપ્રાય સાથે વહીવટી તંત્રે માણેકપાર્ક સર્કલથી અક્ષર ચોક સુધી, ફતેગંજ પેટ્રોલપંપથી સ્ટેશન થઇ અલકાપુરી,મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમથી જેપી રોડ હેવમોર સુધી,રાજમહેલ રોડથી ન્યાયમંદિર ચાર રસ્તા વિસ્તારમાં લારીઓ સહિતનાં દબાણો ના થાય તે માટે કાર્યવાહી કરવા માટે ્યુ.કમિશનરે રજૂ કરેલી દરખાસ્ત પર તાત્કાલિક નિર્ણય લેવાનું ટાળીને દરખાસ્ત મુલતવી કરી દેવાનો ઠરાવ કર્યો હતો. તેમજ અંગે અભ્યાસની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

મ્યુ.કમિશનરની દરખાસ્ત પર અભ્યાસની જરૂર હોવાનો સૂર

સ્થાયી સમિતિની થોભો અને હજુ રાહ જુવો નીતી

અન્ય સમાચારો પણ છે...