તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુખ્યાત બિચ્છુ ગેંગના 4 ગુંડાઓ જેલભેગા

કુખ્યાત બિચ્છુ ગેંગના 4 ગુંડાઓ જેલભેગા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~5000આપનાર વિદ્યાર્થી પર બિચ્છુ ગેંગના 2 પન્ટરો સહિત ત્રિપુટીએ યાકુતપુરા ચોરા પાછળ છરીથી હુમલો કર્યો હતો. ઉપરાંત ગત નવેમ્બરમાં યુવકને રિવોલ્વર બતાવી ગેંગના 5 ટપોરીઓએ ધમકી આપી હતી. સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બંને ફરિયાદો પૈકી બિચ્છુ ગેંગના 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. જે પૈકી 2 ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

યાકુતપુરામાં રહેતા 21 વર્ષીય વિદ્યાર્થી સંજરી સાજીદભાઇ શેખ ગત ડિસેમ્બરમાં ઘરે જતો હતો ત્યારે મોડી રાત્રે યાકુતપુરા ચોરા પાછળ બિચ્છુ ગેંગના ટપોરી શાહરૂખ પઠાણ, અતિક મલેક અને ચાની લારીવાળા સરફરાજ ઇકબાલ મલેકે તેને અટકાવી ~5,000ની માગણી કરી હતી. વિદ્યાર્થીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં સરફરાજે તેને પકડી રાખતા શાહરૂખ અને અતિકે તેના હાથ અને પગ પર છરીના ઘા માર્યા હતા. હુમલાના બનાવમાં એસઓજીની ટીમે યાકુતપુરાના શાહરૂખ અબ્દુલહબીબખાન પઠાણ તેમજ અતિક શફદરહુસેન મલેકની અટકાયત કરી સિટી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે યાકુતપુરાના અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ અને ઇર્શાદ ઉર્ફે હીરો વારીસઅલી શેખની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

શહેરના સીટી પોલીસ સ્ટેશને ઝડપાયેલા બીચ્છુ ગેંગના સાગરીતો.

~5,000 માટે વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...