તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 201 શાળામાં RTE હેઠળ 2800 છાત્રોને ધો.1માં પ્રવેશ અપાયો

201 શાળામાં RTE હેઠળ 2800 છાત્રોને ધો.1માં પ્રવેશ અપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોનેમફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ હેઠળ શહેરની 201 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આર્થિક રીતે નબળા અને વંચિત જૂથનાં 2800 બાળકોને ધો.1માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 1900 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 અને અધિનિયમ-2012 હેઠળ આર્થિક રીતે નબળાં અને વંચિત જૂથનાં બાળકોને છેલ્લા ત્રણ વર્ષથી શહેરની મોંઘીદાટ સ્કૂલોમાં ધો.1માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. રાજય સરકાર તેમની હજારો-લાખોની ફી ભરે છે. ચાલુ વર્ષે વડોદરા શહેર-જિલ્લાની 201 જેટલી ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ગુજરાતી માધ્યમની 116 શાળા, અંગ્રેજી માધ્યમની 61 શાળા, સીબીએસઇના 21 તેમજ હિન્દી માધ્યમની 3 શાળાનો સમાવેશ થાય છે. 201 શાળામાં 2500 બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે કાર્યવાહીમાં 5500 વિદ્યાર્થીઓના ફોર્મ સ્ક્રૂટીનાઇઝ કરાયા હતા. તે પૈકી 2800 બાળકોને ધો.1માં મનપસંદ શાળામાં પ્રવેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...