તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તળાવોના ઇન્ટરલિંકિંગ માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરાશે

તળાવોના ઇન્ટરલિંકિંગ માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વામિત્રીનદીમાં આવતાં વિનાશક પૂર વિનાશક બને તે પહેલાં પૂરનાં પાણી તળાવોમાં ઠલવાઇ જાય તે ઉદ્દેશથી શહેરનાં તળાવોના ઇન્ટરલિંકિંગ માટે શકયતાદર્શી અહેવાલ તૈયાર કરાવવા માટે સ્થાયી સમિતિએ મંજુરીની મહોર મારી છે. મંજુરી મળતાત્રણ મહિનામાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે તેને લગતી કામગીરી શરૂ કરવામાં આવશે. શહેરના ઉપરવાસમાં થતા ભારે વરસાદના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય છે અને 15 વર્ષમાં આઠ વખત વડોદરાવાસીઓએ પૂરનો સામનો કર્યો છે. આજવાથી ઓવરફ્લોના પાણી શહેરમાં ધસી આવે છે અને તેના કારણે વિશ્વામિત્રી નદી વિનાશક બને છે. શહેરમાં 30 તળાવો આવેલાં છે અને તે પૈકી મોટા ભાગનાં તળાવોમાં પૂરનાં પાણી વહેંચાઇ જાય તે માટે રાજ્ય સરકારે યોજેલી બેઠકમાં સેવાસદનના સત્તાધીશોને તળાવોના ઇન્ટરલિંકિંગ કરવા માટે સૂચન કર્યું હતું. જેના આધારે, વિવિધ તળાવોના ઇન્ટરલિંકિંગ માટે ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવા માટે કન્સ્લટન્ટની ઓફર સેવાસદનને મળી હતી. મ્યુ.કમિશનરે ઓફરને સ્વીકૃતિ મળે તે માટે કન્સ્લટન્ટન્ટને કામગીરી સોંપવા માટે દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિમાં રજૂ કરી હતી. ત્રણ મહિનામાં કામગીરી પૂરી કરવાની મહેતલ ઠરાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...