તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જેલરોડ પરથી યુવતીનો મોબાઇલ આંચકી લેનાર અજ્જુની ધરપકડ

જેલરોડ પરથી યુવતીનો મોબાઇલ આંચકી લેનાર અજ્જુની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેલરોડ પર ગત સોમવારે રાત્રે એક્ટિવા પર મોબાઇલ ફોન પર વાત કરતાં પસાર થઇ રહેલી યુવતીના હાથમાંથી બ્લેક બેરી મોબાઇલ આંચકી બાઇક પર આવેલા બે શખ્સ ફરાર થઇ ગયા હતા.

સિટી પોલીસે બાતમીના આધારે અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ ઇસ્માઇલ શેખ (રહે, યાકુતપુરા)ને વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. યાકુતપુરા માનેના વાડા પાસે બે શખ્સોએ ચોરીની બાઇક સંતાડી છે અને તે બાઇક વેચવાની છે, તેવી બાતમી પોલીસને મળી હતી. જેના આધારે તપાસ કરાતાં અઝરુદ્દીન શેખ ઝડપાઇ ગયો હતો. પોલીસની પૂછપરછમાંથી તેણે તેના સાગરીત મોઇન ઉર્ફે જીલેન ઉર્ફે ગંડેરી રસીદખાન પઠાણ (રહે, યાકુતપુરા)ની સાથે મકરપુરા વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે અઝરુદ્દીનની તલાશી લેતાં તેની પાસેથી બે મોબાઇલ મળ્યા હતા, જે પૈકી એક બ્લેક બેરીનો હતો અને ફોન તેણે ગત સોમવારે જેલ રોડ પર એક્ટિવા પર મોબાઇલ ફોન પર વાતચીત કરતા પસાર થઇ રહેલી યુવતી પાસેથી આંચકી લીધો હોવાની કબૂલાત કરી હતી.

અજ્જુને પોલીસે વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો

યાકુતપુરા પાસે બે શખ્સોએ ચોરીની બાઇક સંતાડી હતી

અન્ય સમાચારો પણ છે...