તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • VNM ખેલઉત્સવના ઇનૉગ્રેશનમાં લિડર્સે રમતોની મજા માણી

VNM ખેલઉત્સવના ઇનૉગ્રેશનમાં લિડર્સે રમતોની મજા માણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંછેલ્લા પાંચ વર્ષથી યોજાતા વી.એન.એમ. ખેલઉત્સવ 2016નો શનિવારે માંજલપુર સ્પૉર્ટ્સ કૉમ્પલેક્ષમાં પ્રારંભ થયો હતો. ખેલઉત્સવના ઇનૉગ્રેશનમાં ઉપસ્થિત રહેલા શહેરના રાજકીય આગેવાનોએ રમત-ગમતની મજા માણીને કૌશલ્ય દાખવ્યુ હતું. ખેલઉત્સવનો પ્રારંભ મેયર ભરત ડાંગર,સાંસદ રંજનબહેન ભટ્ટ, ડેપ્યુટી મેયર યોગેશ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરપર્સ જીગીશાબેન શેઠ, વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુરવઠા નિગમના ચેરમેન ભુપેન્દ્ર લાખાવાલા સિનિયર એથલેટ ડૉ. ભગવતી બેન ઑઝા તેમજ શહેરના સામાજિક અગ્રણિઓએ ટ્રાઇ કલરના બલૂન હવામાં મૂકીને કરાવ્યું હતું. ઇનૉગ્રેશન બાદ પરંપરા મુજબ ખેલઉત્સવની રમતોની મજા લિડર્સે પણ માણી હતી તેમજ પોતાના સ્પૉર્ટ્સ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. તમામ લિડર્સે સૌ પ્રથમ દોડ લગાવી હતી. દોડ બાદ કબ્બડીના મેદાનમાં પણ લિડર્સે જોડાયા હતા ત્રણ દિવસના વી.એન.એમ. ખેલઉત્સવમાં શહેરની 75 સ્કૂલ્સના 2500 જેટલા સ્ટુડન્ટ્સ ભાગ લેશે. ખેલઉત્સવમાં ખો-ખો, કબ્બડી, એથલેટીક્સ, હૉકી, વૉલીબૉલ વગેરે રમતો યોજાશે. સ્પેશિયલ તેમજ ડેફ એન્ડ મ્યુટ બાળકોને પ્રૉત્સાહિત કરવા માટે સ્પેશિયલ એથલેટીક્સનું પણ આયોજન કરાયું છે. ખેલ ઉત્સવનું સમાપન 29મી ફેબ્રુઆરીએ થશે.

અન્ય સમાચારો પણ છે...