તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BBA રોડ સેફ્ટિ જાગૃતિ ઝુંબેશને લિમ્કા બૂકમાં સ્થાન

BBA રોડ સેફ્ટિ જાગૃતિ ઝુંબેશને લિમ્કા બૂકમાં સ્થાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિ.નાબી.બી.એ. સ્ટુડન્ટ્સ એસોસિયેશન સાથે મળીને વર્ષ 2014માં શહેર પોલીસ તેમજ આર.ટી.ઓ.ના સહયોગથી દેશનું સૌથી મોટુ રોડ સેફ્ટિ અવેરનેસ કેમ્પેન બી.બી.એ. સેફ’ યોજ્યું હતું. કેમ્પેનમાં એક દિવસમાં હાઇએસ્ટ કૉર્પૉરેટ્સ તેમજ એક દિવસમાં હાઇએસ્ટ સ્કૂલ્સમાં પ્રઝેન્ટેશન આપીને માર્ગ સુરક્ષા સલમતિની જાગૃતિ પ્રસરાવવા બદલ લિમ્કા બૂક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. શનિવારે રેકૉર્ડ્સ વિશે માહિતી આપવા પ્રેસ કૉન્ફરન્સ યોજાઇ હતી. રેકૉર્ડ્સ વિશે માહિતી આપતા સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે 2014માં અમે ઑક્ટોબર મહિનામાં 6 તારીખે શહેરની 40 કૉર્પોરેટ્સમાં એક દિવસે 2500 જેટલા લોકોને સ્ટુડન્ટ્સની ટીમ દ્વારા પ્રેઝેન્ટેશન આપીને અવેર કર્યા હતા. સમગ્ર અભિયાનને લિમ્કા રેકૉર્ડ્સમાં ‘મૉસ્ટ કૉર્પોરેટ વિઝિટ ઇન ડે’ તરીકે સ્થાન મળ્યું છે. સેકન્ડ રેકૉર્ડ 19મી નવેમ્બરે યોજાયેલા કાર્યક્રમ માટે અપાયો છે. 19 નવેમ્બર 2014ના દિવસે અમે શહેરની 47 સ્કૂલ્સમાં જઇને એક દિવસની અંદર 7828 સ્ટુડન્ટ્સને ર“રોડ સેફ્ટિ વિશે અવેર કર્યા હતા. રેકૉર્ડને મૉસ્ટ સ્કૂલ્સ વિઝિટ ઇન ડે’ તરીકે નેશનલ રેકૉર્ડ મળ્યો છે.’ 200 સ્ટુડન્ટ્સની ટીમને શહેર પોલીસ તેમજ ટ્રાફિક એક્સપર્ટ્સના સહયોગથી તૈયાર કરાયા હતા. અને સ્ટુડન્ટ્સે પોતાની જાતે તૈયાર કરેલી કીટ્સ તેમજ પ્રેઝેન્ટેશન મટિરીયલ દ્વારા બી.બી.એ. સેફ’ અભિયાનને નેશનલ રેકૉર્ડ સુધી પહોચાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...